શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિટ પાર્ટી (પીડીપી) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું ગઠબંધન ત્રણ વર્ષમાં તૂટી ગયું. ભાજપે સમર્થન વાપસીનો પત્ર રાજ્યપાલને આપ્યો અને રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીએ કહ્યું કે, જમ્મૂ-કાશ્મીરમાં આક્રમક નીતિ નહીં ચાલે. તેમણે કહ્યું કે, બંન્ને પાર્ટીઓ અલગ-અલગ વિચારધારાને માને છે, પરંતુ તેમછતા મોટા વિઝનને સાથે લઈને ભાજપની સાથે ગઠબંધન કર્યું હતું. 


આ પણ વાંચો : J&Kમાં રાજ્યપાલ શાસન લગાવવાની ગતિવિધિ શરૂ, કેન્દ્રીય ગૃહ સચિવને મળ્યા NSA ડોભાલ


મહબૂબાએ કહ્યું કે, સરકારના માધ્યમથી તેઓ કાશ્મીરમાં પોતાનો એજન્ડા લાગુ કરવામાં સફળ રહી છે. મહબૂબાનું કહેવું છે કે, કાશ્મીરના લોકો સાથે વાતચીત થવી જોઈએ. પાકિસ્તાન સાથે વાતચીત થવી જોઈએ, આ તેનો પ્રયત્ન રહ્યો. 370ને લઈને ડરેલા હતા પરંતુ તેને લઈને અડગ રહ્યાં. 11 હજાર લોકોની વિરુદ્ધ કેસ દાખલ હતો તે પરત લેવામાં આવ્યા. આટલું જ નહીં મહબૂબાએ કહ્યું કે, અમારી સફળ નીતિને કારણે વડાપ્રધાન પાકિસ્તાન પણ ગયા હતા. 


દેશના અન્ય સમાચાર માટે ક્લિક કરો