મનોજ તિવારનો આરોપ, મને ગોળી મારવાની આપી ધમકી, આપ MLA બોલ્યા- ‘મે ધક્કો નથી માર્યો’
મનોજ તિવારીએ કહ્યું કે મારી સાથે ધક્કા-મુક્કી કરનાર પોલીસકર્મીની ઓળખ થઇ ગઇ છે. આ ક્ષેત્રના અતિરિક્ત ડીસીપી-1 કહ્યું કે કેટલાક આપ કાર્યકર્તા ઘાયલ થયા છે. હું તેમને માત્ર ચાર દિવસમાં દેખાડીશ કે પોલીસે શું કર્યું છે.
નવી દિલ્હી: દિલ્હીમાં રવિવારે સિગ્નેચર બ્રિજના ઉદ્ધાટન સમારોહમાં આપ ધારાસભ્યની સાથે ધક્કા-મુક્કીમાં ફસાયા દિલ્હી ભાજપ એકમના પ્રમુખ મનોજ તિવારીએ આરોપ લગાવ્યો છે કે તેમણે આપના એક ધારાસભ્યએ ગોળી મારી મારનાખવાની ધમકી આપી છે. તેમણે આરોપ લગાલવ્યો છે કે પોલીસકર્મિઓ પણ તેમની સાથે દૂર વ્યવહાર કરી રહ્યા છે. મનોજ તિવારીએ કહ્યું કે મારી સાથે ધક્કા-મુક્કી કરનાર પોલીસકર્મીની ઓળખ થઇ ગઇ છે. આ ક્ષેત્રના અતિરિક્ત ડીસીપી-1 કહ્યું કે કેટલાક આપ કાર્યકર્તા ઘાયલ થયા છે. હું તેમને માત્ર ચાર દિવસમાં દેખાડીશ કે પોલીસે શું કર્યું છે.
બીજેપી નેતા અને તેમના સમર્થક ઉદ્ધાટન સમારોહ સ્થળ પર પહોંચ્યા હતા. પ્રદર્શનના સમય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ત્યાં ઉપસ્થિત હતા. પાર્ટીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, આપ ધારાસભ્ય અમાનતુલ્લા ખાને દિલ્હી બીજેપી અધ્યક્ષ પર હુમલો કર્યો હતો. ખાને જોકે, આરોપને નકાર્યો છે.
ધારાસભ્ય અમાનતુલ્લા ખાને ન્યૂઝ એજન્સી ANI સાથે વાતસીતમાં કહ્યું હતું કે, ઉદ્ધાટન સમારહોમાં મનોજ તિવારીને નિમંત્રમ હતું નહી. પરંતુ તેઓ ત્યાં તેમના સમર્થકોની સાથે પહોંચ્યા હતા. તેઓ ત્યાં આવ્યા અને હોર્ડિંગ અને પોસ્ટરોને હટાવી કાળા ઝંડા ફરકાવવા લાગ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉદ્ધાટન મંચ પર પહોંચ્યા તો મનોજ તીવારી પણ ઉપર ચઢવા લાગ્યા પરંતુ પોલીસે તેમને રોક્યા ન હતા.
આપ ધારાસભ્ય વધુમાં કહ્યું કે, જ્યારે તે (મનોજ તિવારી) મંચ પર ચઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે મે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. મે તેમને ધક્ક માર્યો નથી. મને આદેશ હતો કે જો તેઓ મંચ પર ચઢવા જાય તો મુખ્યમંત્રી કેજરીવાલ સાથે ખરાબ વર્તન અથવા ધક્કા-મુક્કી કરી શકે છે.
શીલા દિક્ષિતને આમંત્રિત નહીં કરવાથી કોંગ્રેસ નારાજ
દિલ્હીમાં સિંગ્નેચર બ્રિજના નિર્માણનો શ્રેય લેવા માટે આમ આદમી પાર્ટી (આપ) અને બીજેપીની વચ્ચે ચાલી રહેલી બોલાચાલીની જંગ વચ્ચે કોંગ્રેસની દિલ્હી એકમે કહ્યું કે અરવિંદ કેજરીવાલ સરકારે રવિવારે સિગ્નેચર બ્રીજના ઉદ્ધાટન પક પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતને આમંત્રિત કરવા જોઇતા હતા. કેમકે તેઓ આ યોજનાના વાસ્તવિક આર્કિટેક્ટ હતા.
દિલ્હી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય માકને આરોપ લગાવ્યો છે કે કેજરીવાલ સરકારે તેમના ચાર વર્ષના શાસનકાળમાં એક પણ યોજના શરૂ કરી નથી અને ગત કોંગ્રેસ સરકારે શરૂ કરેલી યોજનાઓનો શ્રેય લઇ રહી છે.