રશિયા ભારતને S-400 એર ડિફેન્સ સિસ્ટમ હવે નહીં આપે? રશિયાના રાજદૂતે આપ્યો આ જવાબ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી લડાઈનો આજે સતત સાતમો દિવસ છે. આવામાં હવે એવો સવાલ ઉઠવા લાગ્યો છે કે શું તેની અસર રશિયાની સાથે ભારતની ડિફેન્સ ડીલ પર પડશે?
નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી લડાઈનો આજે સતત સાતમો દિવસ છે. આવામાં હવે એવો સવાલ ઉઠવા લાગ્યો છે કે શું તેની અસર રશિયાની સાથે ભારતની ડિફેન્સ ડીલ પર પડશે? શું પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર અનેક આર્થિક પ્રતિબંધો લગાવવાની સ્થિતિમાં એસ-400 એર ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી પ્રભાવિત થઈ શકે? તેનો જવાબ રશિયાના રાજદૂતે આપ્યો છે.
જાણો શું કહ્યું રશિયાના રાજદૂતે?
ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે ઝી ન્યૂઝની સહયોગી ચેનલ WION સાથે વાત કરતા કહ્યું કે મને ભારતને એસ-400 એર ડિફેન્સ સિસ્ટમની આપૂર્તિ મામલે કોઈ વિધ્ન દેખાતું નથી. અમારી પાસે આ ડીલને ચાલુ રાખવા માટે તંત્ર છે. તેમણે વધુમાં કહ્યું કે, રશિયા હંમેશા રાખમાંથી ઊભું થયું છે અને તે ફરીથી થશે. અમે સંપૂર્ણ રીતે સુરક્ષિત કરવા માટે પગલું લીધુ છે. અમારી અર્થવ્યવસ્થા દબાણમાંથી બહાર આવશે.
તૂટેલી ફૂટેલી દેખાતી ઝૂપડીમાંથી નીકળ્યો જબરદસ્ત ખજાનો, ભીખારણના ટ્રંકમાંથી થયા પૈસાના ઢગલા
રશિયા અને ભારત વચ્ચે એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ડીલ
ભારતને રશિયા પાસેથી એસ-400 એર ડિફેન્સ સિસ્ટમની પહેલી ખેપ મળી ચૂકી છે. પરંતુ હજુ ચાર અન્ય ડિલિવરી થવાની બાકી છે. રશિયા તરફથી અત્યાર સુધી ડિલિવરીમાં મોડું થવાના કોઈ સંકેત મળ્યા નથી. પરંતુ યુક્રેન સાથે આ સંકટ જો લાંબુ ચાલ્યું તો તે ચિંતાનો વિષય જરૂર બની શકે છે. આ ઉપરાંત CAATSA કાયદા હેઠળ ખરીદી બદલ અમેરિકા ભારત પર પ્રતિબંધ લગાવે એ અલગ સંભાવના છે. અત્યાર સુધીમાં અમેરિકા ચીન અને તુર્કી પર પ્રતિબંધ લગાવી ચૂક્યું છે, પરંતુ ભારતને નજરઅંદાજ કરવામાં આવ્યું છે.
રશિયા-યુક્રેન સંકટથી ભારતને વધુ નુકસાનનું અનુમાન
રશિયા-યુક્રેન સંકટના કારણે વૈશ્વિક બજાર પર જોખમ યથાવત છે. દુનિયાભરના શેરબજાર ખરાબ રીતે પ્રભાવિત થયા છે. કેટલાક દેશોની કરન્સી વેલ્યૂ પર અસર પડી છે. તેને ભૂ-રાજનીતિક તણાવની વધુ ખરાબ અસર ગ્લોબલ માર્કેટ પર જોવા મળી શકે છે. જાણીતી ફાઈનાન્શિયલ એન્ડ રિસર્ચ કંપની નોમુરાના રિપોર્ટ મુજબ યુક્રેન સંકટના કારણે એશિયામાં સૌથી મોટી અસર ભારત પર થઈ શકે છે. ક્રૂડ ઓઈલની આકાશને આંબતી કિંમતોની અસર ભારતને સૌથી વધુ પ્રભાવિત કરી શકે છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube