શિવસૈનિકોના હુમલામાં ઘાયલ થયેલા રિટાયર્ડ નેવી અધિકારી ભાજપમાં જોડાયા, કહ્યું- `હવે હું BJP-RSS સાથે`
શિવસૈનિકોના હુમલામાં ઘાયલ થયેલા રિટાયર્ડ નેવી અધિકારી હવે ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓ આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પણ મળ્યા અને ન્યાયની માગણી કરી.
મુંબઈ: શિવસૈનિકોના હુમલામાં ઘાયલ થયેલા રિટાયર્ડ નેવી અધિકારી હવે ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓ આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પણ મળ્યા અને ન્યાયની માગણી કરી. પૂર્વ નેવી અધિકારી મદન શર્માએ ગત અઠવાડિયે શિવસેનાના કાર્યકરો પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. તેમને આંખમાં ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારની આકરી ટીકા થઈ હતી. મુંબઈ પોલીસે આ કેસમાં 6 લોકોની ધરપકડ કરી હતી. જો કે તેમને 24 કલાકની અંદર જામીન પણ મળી ગયા.
સંસદમાં બોલ્યા રાજનાથ સિંહ, 'LAC પર ચીને સૈનિકોનો જમાવડો કર્યો, આપણી સેના પણ તૈયાર'
વિધાનસભા ચૂંટણી પહેલા બિહારને મળી મોટી ભેટ, PM મોદીએ કહ્યું- 'NDA રાજમાં થાય છે બધાનો વિકાસ'
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube