ફરાર બાહુબલી અનંત સિંહે વીડિયો બહાર પાડીને કહ્યું- `ભાગ્યો નથી, બે દિવસમાં કરીશ સરન્ડર, પરંતુ...`
બિહારના મોકામા વિધાનસભા બેઠકથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા અનંત સિંહ ફરાર થયા બાદ પહેલીવાર કેમેરા સામે આવ્યાં અને પોતાની વાત રજુ કરી.
પટણા: બિહારના મોકામા વિધાનસભા બેઠકથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા અનંત સિંહ ફરાર થયા બાદ પહેલીવાર કેમેરા સામે આવ્યાં અને પોતાની વાત રજુ કરી. તેમણે અનેક મીડિયા હાઉસને આ વીડિયો મોકલાવ્યો અને કેટલાક મામલે પોતાની વાત પણ રજુ કરી.
ત્રણ દિવસ બાદ કરશે સરન્ડર
અનંત સિંહે એક વીડિયો બહાર પાડીને કહ્યું કે મને ધરપકડથી ડર લાગતો નથી. મારા બીમાર મિત્રને જોવા માટે આવ્યો છું. 3-4 દિવસમાં સરન્ડર કરી દઈશ પરંતુ સરન્ડર કરતા પહેલા હું મારા ઘરે જઈશ અને મીડિયા સાથે વાત કર્યા બાદ સરન્ડર કરીશ.
મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત, બસ કન્ટેઈનર ટ્રકની ટક્કરમાં 13ના ઘટના સ્થળે જ મોત, 20 ઘાયલ
એકે-47 મળી આવવા પર આપ્યો જવાબ
આ સાથે જ એકે-47 મળી આવવાના મુદ્દે અનંત સિંહે કહ્યું કે હું તે ઘરમાં છેલ્લા 14 વર્ષથી ગયો નથી. આથી ત્યાં એકે-47 રાખવાનો સવાલ જ નથી. ત્યાં દુશ્મનનું અને મારું ઘર એક જ પ્લોટમાં છે. ત્યાં અમે એકે-47 શું કામ રાખીએ.
નીતિશકુમાર સાથે કરી મુલાકાત
અનંત સિંહે કહ્યું કે તેમણે નીતિશકુમારને મળવાનો સમય માંગ્યો છે પરંતુ નીતિશકુમારે તેમને મળવાનો સમય આપ્યો નથી. આથી ત્યારબાદ તેઓ પોતાના બીમાર મિત્રને જોવા માટે ગયા છે.
જુઓ LIVE TV