મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત, બસ કન્ટેઈનર ટ્રકની ટક્કરમાં 15ના ઘટના સ્થળે જ મોત, 35 ઘાયલ
મહારાષ્ટ્રના ધૂલેમાં રવિવારે રાતે મોટો અકસ્માત સર્જાયો. જેમાં 15 લોકોના મોત થયા. જ્યારે 35 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
Trending Photos
નવી દિલ્હી: મહારાષ્ટ્રના ધૂલેમાં રવિવારે રાતે મોટો અકસ્માત સર્જાયો. જેમાં 15 લોકોના મોત થયા. જ્યારે 35 લોકો ઈજાગ્રસ્ત થયા. મહારાષ્ટ્રના ધૂલે જિલ્લામાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ અકસ્માતનો ભોગ બની. આ બસ ઔરંગાબાદથી ધૂલે તરફ જઈ રહી હતી. તે સમયે તેની ટક્કર સામેથી આવતા એક કન્ટેઈનર ટ્રક સાથે થઈ. જેમાં 13 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં. મૃત્યુઆંક 15 પર પહોંચી ગયો છે. ઘાયલોમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે.
#UPDATE Maharashtra: 15 dead and 35 injured after a bus collided with a canter truck near Nimgul village in Dhule, late last night. https://t.co/y1vv6YBfsQ
— ANI (@ANI) August 19, 2019
ઘટનાની જાણકારી મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે રેસ્ક્યુ ઓપરેશન દ્વારા ઘાયલો અને મૃતદેહોને બસથી બહાર કાઢ્યા અને હોસ્પિટલ માટે રવાના કર્યાં. જ્યાં કેટલાક લોકોની હાલત ગંભીર છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે હજુ મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે કેટલાક મુસાફરોની સ્થિતિ ગંભીર છે. જો કે ડોક્ટર તેમની સારવાર કરી રહ્યાં છે. પરંતુ ડોક્ટરોએ હાલ કઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો છે.
મળતી માહિતી મુજબ દુર્ઘટના રવિવારે રાતે 10.30 કલાકે શાહદા-ડોંડીચા માર્ગ પર નિમગુલ ગામ પાસેની છે. જ્યાં મુસાફરોને લઈને ઔરંગાબાદથી ધૂળે જિલ્લા તરફ જઈ રહેલી બસની ટક્કર સામેથી આવતા કન્ટેઈનર ટ્ર્ક સાથે થઈ. ત્યારબાદ બસ બેકાબુ બનીને પલટી ગઈ અને અકસ્માતમાં 15 લોકોના મોત થયાં.
જુઓ LIVE TV
ઘટના અંગે પોલીસનું કહેવું છે કે મૃતકો અને ઘાયલોના પરિજનોને અકસ્માતની સૂચના આપવામાં આવી છે. જેમાંથી કેટલાક અહીં પહોંચી ગયા છે. પોલીસ મામલે તપાસ કરી રહી છે. અકસ્માતમાં ટ્રક અને બસના ડ્રાઈવરના ઘટનાસ્થળે જ મોત થઈ ગયાં. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિજનોને સોંપી દેવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે