Indian Air Force : ભારત દેશની પ્રસિદ્ધ સૂર્ય કિરણ એરોબેટિક્સ ટીમે કેરલના તિરુવનંતપુરમમાં એર શો કર્યો... આ શો શાંગુમુગમ બીચ પર કરવામાં આવ્યો હતો. એર શો દરમિયાન ભારતીય વાયુ સેનાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું... ભારતીય વાયુ સેનાના વિમાનોની કરતબ જોઇને લોકો દંગ રહ્યા હતા. તમને જણાવી દઇએ કે, 'સૂર્ય કિરણ' એરોબેટિક્સ ટીમ સમયાંતરે અલગ-અલગ સ્ક્વાડ્રન એર શો મારફતે શક્તિ પ્રદર્શન કરતી રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એર શોના શક્તિ પ્રદર્શન દરમિયાન સ્કેટ પાયલટોએ પોતાની કરતબો આકાશમાં કરીને બતાવ્યા હતા.  



તમને જણાવી દઇએ કે, સૂર્ય કિરણ ટીમ એ વાયુસેનાની એરોબેટિક્સ પ્રદર્શન ટીમ છે.. વર્ષ 1996માં સૂર્ય કિરણ એરોબેટિક્સ ટીમની સ્થાપના થઇ હતી. જે વાયુસેનાની સ્કવોડ્રનનો ભાગ છે. આ ટીમ ઘણી વખત એર શો કરી ચૂકી છે. સ્કોટને ફેબ્રુઆરી 2011માં હટાવવામાં આવી હતી, પરંતુ 2017માં હૉક MK 132 વિમાન સાથે ફરીવાર સ્થાપના કરવામાં આવી હતી. 


આ સ્કેટ ટીમમાં 13 પાયલટ હતા. જેમાં માત્ર 9 પાયલટ ઉડાન ભરે છે. આ ટીમ માટે પાયલટની નિમણૂક એક વર્ષમાં 2 વખત કરવામાં આવે છે. જેની સમય મર્યાદા ત્રણ વર્ષ સુધીની હોય છે. માત્ર લડાકુ વિમાન ઉડાવવા માટે યોગ્ય પાયલટની પસંદગી કરવામાં આવે છે.