નવી દિલ્હી: ભારતીય વાયુસેનાએ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની યુનિટ મિગ -21 બાઈસન સ્ક્વોડ્રનને 'ફાલ્કન સ્લેયર્સ' અને 'એમ્રામ ડોઝર્સ' શિર્ષકો સાથે નવી પટ્ટીઓથી નવાજ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના એફ-16 વિમાન સાથે થયેલી ડોગ ફાઈટ દરમિયાન પાકિસ્તાની એફ 16ને તોડી પાડવાની તેમની બહાદુરી બદલ આ સન્માન આપવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાના 51 સ્ક્વોડ્રનને અપાયેલી નવી પટ્ટીઓમાં આગળની તરફ એક મિગ-21ની સાથે લાલ રંગમાં એફ-16 દર્શાવવામાં આવ્યું છે. જ્યાં સૌથી ઉપર 'ફાલ્કન સ્લેયર્સ' અને નીચે 'એમ્રામ ડોઝર્સ લખેલું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પંચની કાર્યવાહીથી મમતા બેનર્જી અકળાયા, કહ્યું- 'ભાજપના નિર્દેશ પર ECએ નિર્ણય લીધો'


ભારત તરફથી પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી તાલિમ કેમ્પ પર થયેલી એર સ્ટ્રાઈકના એક દિવસ બાદ એટલે કે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના અનેક ફાઈટર વિમાનોએ જમ્મુ અને કાશ્મીરમાં વિભિન્ન સૈન્ય સંસ્થાપનોને નિશાન બનાવ્યાં જો કે તેઓ પોતાના નાપાક ઈરાદામાં સફળ થઈ શક્યા નહીં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...