પેરિસ: ભારતીય વાયુસેનાના વાઈસ ચીફ એર માર્શલ રાકેશકુમાર સિંહ ભદૌરિયાએ ગુરુવારે ફ્રાન્સમાં રાફેલ ફાઈટર જેટમાં ઉડાણ ભરી. ઉડાણ ભર્યા બાદ એર માર્શલ ભદૌરિયાએ કહ્યું કે રાફેલ વિમાન  ભારત માટે રણનીતિક રીતે ખુબ જ મહત્વના સાબિત થશે. તેમણે કહ્યું કે એકવાર વિમાન વાયુસેનામાં સામેલ થતા જ રાફેલ અને સુખોઈની જોડી કોઈ પણ તણાવ સમયે દુશ્મનને પરેશાન કરવા માટે પુરતી રહેશે. 


એર માર્શલ ભદૌરિયાએ ઉડાણ ભર્યા બાદ કહ્યું કે રાફેલમાં ઉડાણ ભરવું ખુબ સુખદ અનુભવ હતો. અહીં અમને ઘણું બધુ શીખવા મળ્યું છે કે કેવી રીતે વાયુસેનાના કાફલામાં સામેલ થયા બાદ અમે રાફેલનો સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. આ ઉપરાંત અમે જોઈશું કે અમારા કાફલામના મહત્વના સુખોઈ-30 સાથે તેની શું ઉપયોગિતા રહેશે. તેમણે વધુમાં કહ્યું કે એકવાર આ બે ફાઈટર જેટ એક સાથે ઓપરેટ કરવાનું શરૂ કરી દે ત્યારબાદ પાકિસ્તાન 27 ફેબ્રુઆરી જેવી હરકત બીજી વાર કરી શકશે નહીં. આ બંને વિમાનો મળીને પાકિસ્તાનને ઘણું નુકસાન પહોંચાડવામાં સક્ષમ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...