પુણેઃ ઈન્ડિયન એરફોર્સની 'સૂર્ય કિરણ એરોબેટિક ટીમ' (SKAT)એ શનિવારે દિલ ધડકાવી દેનારા કરતબ દેખાડીને દર્શકોને પોતાની હવાઈ શક્તિનો પરચો આપ્યો હતો. મહારાષ્ટ્રના લોહેગાંવ ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન ખાતે ટીમે પોતાનું ચકિત કરી દેનારું પ્રદર્શન કર્યું હતું. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે શનિવારે પુણેના આકાશમાં દિલ ધડકાવી દેનારા કરત દેખાડનારી આ એરોબેટિક ટીમ 30 નવેમ્બર, 2018ના રોજ નેશનલ ડિફેન્સ એકેડમીની પાસિંગ આઉટ પરેડમાં પણ પોતાનું પ્રદર્શન દેખાડશે.



હજુ થોડા દિવસ પહેલા જ ઈન્ડિયન એરફોર્સ દ્વારા એક ફોટો ટ્વીટ કરાયો હતો, જેને SKATના એક પ્રશંસકે બનાવ્યો હતો. આ સ્કેચ ટ્વીટ કરતાં ઈન્ડિયન એરફોર્સે લખ્યું હતું કે, 'કોલકાતાના વિદુલાની એક યુવતી વેકેશનમાં બિકાનેર આવી હતી. અહીં તેણે રાજસ્થાનના સ્વચ્છ વાદળી આકાશમાં સૂર્ય કિરણના કરતબો જોયા હતા. તે તરત જ સૂર્ય કિરણ એરોબેટિક ટીમની ફેન બની ગઈ હતી અને SKATની ટીમ માટે તેણે એક પેન્સિલ સ્કેચ તૈયાર કર્યો હતો. આટલું જ નહીં આ સ્કેચ તેણે SKATની ટીમને પણ આપ્યો હતો.'



ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન એરફોર્સની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ આકાશમાં વિવિધ ફોર્મેશન માટે પ્રખ્યાત છે. એક વિમાનની ઊપરથી બીજું વિમાન ઉડાવવું અને વિમાનને હવામાં ગુલાંટીઓ ખવડાવવી એ તેની વિશેષતા છે. તેમના આ બધા કરતબ જોઈને દર્શક મોઢામાં આંગળા નાખી જાય છે.