IAS Raj Shekhar એ સરકારી બસમાં મુસાફરી કરી જાણી હકિકત, 13 કંડક્ટરોને કર્યા સસ્પેંડ
કાનપુર કમિશ્નર ડો. રાજ શેખરનો એક વીડિયો સોશિયલ મીડીયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કમિશ્રનર રાજશેખર એક સામાન્ય વ્યક્તિની માફક સરકારી બસની મુસાફરી કરતાં જોવા મળે છે.
લખનઉ: કાનપુર કમિશ્નર ડો. રાજ શેખરનો એક વીડિયો સોશિયલ મીડીયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કમિશ્રનર રાજશેખર એક સામાન્ય વ્યક્તિની માફક સરકારી બસની મુસાફરી કરતાં જોવા મળે છે. કમિશ્નરે આવું સિટી બસોની હકિકત જાણવા માટે કર્યું. કમિશ્નરના ગ્રાઉન્ડ પર કરવામાં આવેલા આ રિયાલિટી ચેક બાદ પરિવહન વિભાગમાં હડકંપન મચી ગયો છે.
13 બસ કંડક્ટર, 14 ડ્રાઇવરો પર ગાજ
કમિશ્નર રાજેશખર ઉપરાંત જિલ્લાના વધુ 7 ઓફિસરોએ પણ બસની સવારી કરી. તમામ બસોમાં ડ્રાઇવર-કંડક્ટર માસ્ક-વર્દી વિના મળ્યા. આ ઉપરાંત કમિશ્નર રાજશેખરે ટિકીટની ગરબડી પણ પકડી. કંડ્કટરે કેટલાક યાત્રીઓ પાસે પૈસા તો લીધા પરંતુ ટિકીટ ન આપી. કમિશ્નરે તાત્કાલિક પ્રભાવથી 13 બસ કંડક્ટરોને સસ્પેંડ તો 14 બસ ડ્રાઇવરોની સેવા સમાપ્ત કરી દીધી છે. બેદકારી માટે અમલીકરણ ટીમ વિરૂદ્ધ પણ કાર્યવાહીના આદેશ આપ્યા છે.
JEE (Mains) Exams 2021: ગોટાળાની ફરિયાદ બાદ CBI એક્શનમાં, દેશમાં 20 ઠેકાણા પર પાડ્યા દરોડા
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube