JEE (Mains) Exams 2021: ગોટાળાની ફરિયાદ બાદ CBI એક્શનમાં, દેશમાં 20 ઠેકાણા પર પાડ્યા દરોડા
દેશભરમાં ચાલી રહેલા JEE (Mains) Exams 2021 માં ગોટાળાની ફરિયાદ બાદ CBI એ ગુરૂવારે દેશના 20 ઠેકાણા પર રેડ પાડી છે. આ રેડ એક પ્રાઇવેટ એજ્યુકેશનલ ઇંસટિટ્યૂટ પર પાડવામાં આવી હતી.
Trending Photos
નવી દિલ્હી: દેશભરમાં ચાલી રહેલા JEE (Mains) Exams 2021 માં ગોટાળાની ફરિયાદ બાદ CBI એ ગુરૂવારે દેશના 20 ઠેકાણા પર રેડ પાડી છે. આ રેડ એક પ્રાઇવેટ એજ્યુકેશનલ ઇંસટિટ્યૂટ પર પાડવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી-એનસીઆર, પૂણે, જમશેદપુર સહિત ઘણા શહેરોમાં સીબીઆઇની ટીમ પહોંચી અને ઇંસ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા ઠેકાણાઓ પર તલાશી લીધી હતી.
સૂત્રોના અનુસાર CBI એ 1 સપ્ટેમ્બરના રોજ પ્રાઇવેટ એજ્યુકેશન ઇંસ્ટિટ્યૂટ ચલાવનાર કંપની વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કંપનીના ડાયરેક્ટર, 3 કર્મચારી અને ઘણા અન્ય લોકો વિરૂદ્ધ પણ એફઆઇઆર કરવામાં આવી. આરોપ છે કે આ લોકોએ સુનિયોજિત રીતે દેશમાં ચાલી રહેલા JEE (Mains) Exams 2021 માં અનિયમિતતાઓને અંજામ આપ્યો છે.
CBI એ 1 સપ્ટેમ્બરના રોજ દાખલ કર્યો કેસ
સૂત્રોના અનુસાર CBI એ 1 સપ્ટેમ્બરના રોજ પ્રાઇવેટ એજ્યુકેશન ઇંસ્ટિટ્યૂટ ચલાવનાર કંપની વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કંપનીના ડાયરેક્ટર 3 કર્મચારી અને ઘણા અન્ય લોકો વિરૂદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી. આરોપ છે કે આ લોકોએ દેશમાં ચાલી રહેલા JEE (Mains) Exams 2021 માં અનિયમિતતાઓને અંજામ આપ્યો છે. આ સંબંધમાં કંપની વિરૂદ્ધ સીબીઆઇમાં કંપ્લેંટ કરવામાં આવી હતી. ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
4 સપ્ટેમ્બરના રોજ જાહેર થશે આન્સર કી
તમને જણાવી દઇએ કે હાલમાં JEE (Mains) Exams 2021 ના ફેસ-4 ને પેપર લેસ ચાલી રહ્યા છે. આ ફેસની પરીક્ષા 26, 27, અને 31 ઓગસ્ટના રોજ થઇ હતી. ત્યારબાદ 1 અને 2 સપ્ટેમ્બરના રોજ પણ તેની બાકી પરીક્ષા યોજાઇ. આ પરીક્ષાની ઓફિશિયલ આન્સર કી 4 સપ્ટેમ્બરના રોજ જાહેર થઇ શકે છે. આ પરીક્ષાના પ્રથમ, દ્વીતિય અને ત્રીજા ફેસની પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ અને જુલાઇમાં યોજાઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે