ફેક ન્યૂઝ ફેલાવનાર પર મોદી સરકારની ડિજિટલ સ્ટ્રાઇક, ચાર પાકિસ્તાની સહિત 22 યૂટ્યૂબ ચેનલ બ્લોક
નરેન્દ્ર મોદી સરકારે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશી સંબંધો અને જાહેર આદેશને લઈને ખોટી જાણકારી ફેલાવી રહેલી 22 યૂટ્યૂબ ચેનલોને બ્લોક કરી દીધી છે.
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશી સંબંધો અને જાહેર આદેશને લઈને ખોટી જાણકારી ફેલાવી રહેલી 22 યૂટ્યૂબ ચેનલોને બ્લોક કરી દીધી છે. આ ચેનલોમાં 4 પાકિસ્તાનની છે. આ સિવાય 3 ટ્વિટર, એક ફેસબુક એકાઉન્ટ અને એક ન્યૂઝ વેબસાઇટને પણ બ્લોક કરવામાં આવી છે. આ માહિતી ન્યૂઝ એજન્સી એએનઆઈએ આપી છે.
એજન્સી પ્રમાણે સૂચના તથા પ્રસારણ મંત્રાલયે 22 યૂટ્યૂબ ચેનલો પર ચાબુક ચલાવ્યું છે. આ સિવાય 3 ટ્વિટર એકાઉન્ટ, 1 ફેસબુક એકાઉન્ટ અને એક ન્યૂઝ વેબસાઇટને બ્લોક કરવામાં આવી છે. 22 યૂટ્યૂબ ચેનલોમાંથી 4 પાકિસ્તાન આધારિત છે. આ તમામ એકાઉન્ટ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશી સંબંધો અને જાહેર આદેશને લઈને લોકોની વચ્ચે ખોટી જાણકારી ફેલાવી રહ્યાં હતા.
શિવસેનાના નેતા સંજય રાઉત વિરુદ્ધ મોટી કાર્યવાહી, ઈડીએ સીલ કરી કરોડોની સંપત્તિ
પાછલા વર્ષે ડિસેમ્બરમાં ગુપ્ત એજન્સીઓની સાથે સંયુક્ત પ્રયાસમાં 20 યૂટ્યૂબ ચેલન અને બે વેબસાઇટને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. આ ચેનલ પણ ભારત વિરોધી દુષ્પ્રચાર ફેલાવી રહી હતી. ત્યારે સૂચના તથા પ્રસારણ મંત્રાલયે કહ્યું હતું કે આ ચેનલનો ઉપયોગ કાશ્મીર, ભારતીય સેના, ભારતમાં અલ્પસંખ્યક સમુદાયો, રામ મંદિર, જનરલ બિપિન રાવત વગેરે જેવા વિષયો પર વિવાદિત પોસ્ટ કરવા માટે કરવામાં આવી રહ્યો હતો.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube