ED Raids on Sanjay Raut: શિવસેનાના નેતા સંજય રાઉત વિરુદ્ધ મોટી કાર્યવાહી, ઈડીએ સીલ કરી કરોડોની સંપત્તિ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 1034 કરોડ રૂપિયાના પત્રા ચાલ ભૂમિ કૌભાંડ મામલામાં શિવસેના નેતા સંજય રાઉતની સંપત્તિ અટેચ કરી છે. 

ED Raids on Sanjay Raut: શિવસેનાના નેતા સંજય રાઉત વિરુદ્ધ મોટી કાર્યવાહી, ઈડીએ સીલ કરી કરોડોની સંપત્તિ

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે શિવસેના સાંસદ સંજય રાઉત પર મોટી કાર્યવાહી કરતા તેના ફ્લેટ અને પ્લોટને અટેચ કર્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ કહ્યું કે, તેણે 1034 કરોડ રૂપિયાના પાત્રા ચોલ ભૂમિ કૌભાંડમાં શિવસેના નેતા સંજય રાઉતની સંપત્તિ અટેચ કરી છે. ઈડીએ 1034 કરોડ રૂપિયાના પાત્રા ચોલ ભૂમિ કૌભાંડના મામલામાં શિવસેના નેતા સંજય રાઉતના અલીબાગ પ્લોટ અને દાદર તથા મુંબઈમાં એક-એક ફ્લેટને અટેચ કર્યો છે. 

અહેવાલ પ્રમાણે ઈડીએ 11 કરોડની પ્રોપર્ટી અટેચ કરી છે. તેમાં 9 કરોડની પ્રોપર્ટી પ્રવીણ રાઉતની અને 2 કરોડની પ્રોપર્ટી સંજય રાઉતની પત્નીની છે. ઈડીએ રાઉતની પત્નીની સંપત્તિ પણ અટેચ કરી છે. તેમાં અલીબાગ સ્થિત પ્લોટ અને દાદર સ્થિત ફ્લેટ સામેલ છે. 

— ANI (@ANI) April 5, 2022

રાઉતની પત્નીને આપી હતી વ્યાજ વગરની લોન
તપાસ એજન્સીને જાણવા મળ્યું છે કે પ્રવીણ રાઉતની પત્ની માધુરીએ 2010માં શિવસેના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષાને 55 લાખ રૂપિયાની વ્યાજ મુક્ત લોન આપી હતી. જેનો ઉપયોગ મુંબઈના દાદરમાં એક ફ્લેટ ખરીદવામાં કરવામાં આવ્યો હતો. ઈડી રૂપિયાની તપાસ કરી રહી છે.

મહત્વનું છે કે થોડા સમય પહેલા શિવસેના સાંસદ સંજય રાઉતે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂને એક પત્ર લખ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 1034 કરોડ રૂપિયાના પાત્રા ચોલ ભૂમિ કૌભાંડના મામલામાં તપાસ કરી રહેલ ઈડી તેના અને તેના સંબંધીઓ, મિત્રો અને પરિચિતોની વિરુદ્ધ પોતાની શક્તિઓનો દુરૂપયોગ કરી રહી છે. સંજય રાઉતે આરોપ લગાવ્યો હતો કે ઈડી અને અન્ય કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોને પાડવાના ઈરાદાથી કરવામાં આવી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news