Good News! ઓમિક્રોનની ભાળ મેળવનારી પ્રથમ કિટ Omisure ને ICMR ની મંજૂરી, TATA કરી છે તૈયાર
કોરોનાના નવો વેરિએન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ બધા વચ્ચે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR) એ મોટો નિર્ણય લીધો છે.
નવી દિલ્હી: કોરોનાના નવો વેરિએન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ બધા વચ્ચે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR) એ મોટો નિર્ણય લીધો છે. ICMR એ ઓમિક્રોનની ભાળ મેળવનારી પહેલી કિટને મંજૂરી આપી દીધી છે. જેને ટાટા મેડિકલે તૈયાર કરી છે. આ કિટનું નામ Omisure છે.
મળતી માહિતી મુજબ ટાટા મેડિકલ મુંબઈ(Tata Medical & Diagnostics) ને કિટની મંજૂરી 30 ડિસેમ્બરે મળી હતી પરંતુ તે અંગેની જાણકારી હવે બહાર આવી છે. હાલ દેશમાં ઓમિક્રોનની ભાળ મેળવવા માટે અન્ય કિટનો ઉપયોગ થઈ રહ્યો છે. તે મલ્ટીપ્લેક્સ કિટનું અમેરિકાની Thermo Fisher દ્વારા માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે. આ કિટ એસ-જીન ટાર્ગેટ ફેલિયર (SGTF) સ્ટ્રેટેજીથી ઓમિક્રોનની જાણકારી મેળવે છે. હવે ટાટાની જે કિટને મંજૂરી અપાઈ ગઈ છે તેનું નામ TATA MD CHECK RT-PCR OmiSure છે.
દેશમાં કોરોનાના નવા 37 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના નવા 37,379 કેસ નોંધાયા છે. જ્યારે 124 દર્દીઓએ એક દિવસમાં કોરોનાથી જીવ ગુમાવ્યા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4,82,017 પર પહોંચ્યો છે. 11,007 દર્દીઓ રિકવર પણ થયા છે. ડેઈલી પોઝિટિવિટી રેટ હાલ 3.24% છે. દેશમાં અત્યારે 1,71,830 દર્દીઓ સારવાર હેઠળ છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોનાના કુલ 1,46,70,18,464 ડોઝ અપાયા છે.
Delhi: CM અરવિંદ કેજરીવાલને થયો કોરોના, ટ્વીટ કરીને આપી માહિતી
ઓમિક્રોનના કેસમાં થઈ રહ્યો છે વધારો
ઓમિક્રોન કોરોનાનો નવો વેરિએન્ટ છે. નિષ્ણાંતોના મતે તે ડેલ્ટા કે ડેલ્ટા પ્લસ જેટલો ઘાતક નથી પરંતુ ચેપી ખુબ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં ઓમક્રોનના કુલ કેસ વધીને 1892 થઈ ગયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં નોધાયા છે જ્યાં ક્રમશ: 568 અને 382 કેસ છે. ઓમિક્રોનના 1892માંથી 766 દર્દીઓ રિકવર થઈ ગયા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube