ICMR Warning: કોરોનાના દર્દી ભૂલથી પણ ન લેતા આ દવા, આડેધડ દવાઓ ઠપકારશો તો બકરું કાઢતા પેશી જશે ઊંટ
કોરોનાની બીજી લહેર ગુજરાત સહિત સમગ્ર ભારત માટે ખુબ જ ઘાતક સાબિત થઈ રહી છે. જેને કોરોનાના નથી થયો એને કોરોના થવાનો ડર સતાવી રહ્યો છે, તો જેને કોરોના થઈ ગયો છે એનો મોતનો ડર સતાવી રહ્યો છે. માનસિક તકલીફોની સાથે શારીરિક તકલીફો પણ થઈ રહી છે.
નવી દિલ્લી: કોરોનાની બીજી લહેર ગુજરાત સહિત સમગ્ર ભારત માટે ખુબ જ ઘાતક સાબિત થઈ રહી છે. જેને કોરોનાના નથી થયો એને કોરોના થવાનો ડર સતાવી રહ્યો છે, તો જેને કોરોના થઈ ગયો છે એનો મોતનો ડર સતાવી રહ્યો છે. માનસિક તકલીફોની સાથે શારીરિક તકલીફો પણ થઈ રહી છે. સતત માથું દુઃખવું, પેટમાં દુઃખાવો થવો, ખાંસી આવવી, ગળું છોલાવું, વીકનેસ જેવું લાગવું, હાથ-પગ દુઃખવા, જમવાની ઈચ્છા ન થવી, સતત બેચૈની જેવું લાગવું આ તમામ તકલીફોમાંથી લોકો હાલ પસાર થઈ રહ્યાં છે.
ઉલ્લેખનીય છેકે, કોરોના થયા બાદ પણ સંખ્યાબંધ લોકો ઘરે બેઠાં સામાન્ય સારવાર લઈને સાજા થઈ રહ્યાં છે. તો કેટલાંક લોકો હોસ્પિટલની ટ્રિટમેન્ટ લઈને થોડા જ દિવસોમાં પહેલાંની જેમ સ્વસ્થ પણ થઈ રહ્યાં છે. જોકે, ખાસ કરીને મોટી ઉંમરના લોકોમાં કોરોનાની ઘાતક અસરો જોવા મળી રહી છે. આ સ્થિતિમાં જેને કોરોના થયો હોય કે કોરોના જેવા લક્ષણો જણાતા હોય લોકો આડેધડ દવાઓ લીધે રાખે છે. ઘણાં લોકો મેડિકલમાંથી પોતે ડોક્ટર બનીને કોઈએ કિધેલી કે ક્યાંક સાંભળેલી દવાઓ લઈને ગોળીઓ ગળી લે છે. ICMR એટલેકે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચએ આવા લોકોને ચેતી જવાની સલાહ આપી છે. ગમે તેમ આડેધડ ગોળીઓ ઠપકારવાથી બકરું કાઢતા ઊંટ પેશી જાય તેવો ઘાટ ઘડાઈ શકે છે.
આ પણ વાંચો:- જેનું ફિગર જોઈને ભલભલા થઈ જાય છે ફિદા, જેની કમરના એક ઝટકાના છે લાખો દીવાના
એક તરફ સતત વધી રહેલાં કોરોનાના સંક્રમણને કારણે દેશભરમાં દહેશતનો માહોલ છે. ત્યાં કેટલાક એવા પણ દર્દીઓ છે જે કોરોનાથી બચવા અથવા સાજા થવા આડેધડ ગોળીઓ ખાઈ રહ્યાં છે. કોઈની પણ સલાહ માનીને અથવા જાતે જ ડોક્ટર બનીને મેડિકલમાંથી ગોળીઓ લઈને આવા લોકો દવા ખાઈ રહ્યાં છે. ત્યારે ICMR એટલેકે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચએ અહીં કેટલીક દવાઓના નામ પણ આપ્યાં છે જે દવાઓ કોરોનાના દર્દીઓએ ભૂલથી પણ ન લેવી જોઈએ. ICMR એ જણાવ્યું છે કે, હ્રદયરોગીઓ માટે જોખમી ગણાતી આઈબ્રુફેન જેવી કેટલીક પેઈનકિલર્સ કોવિડ-19ના લક્ષણોને ગંભીર બનાવી શકે છે. તેનાથી કિડની ખરાબ થવાનું જોખમ પણ વધી શકે છે. નોન સ્ટેરોઈડ એન્ટી ઈન્ફ્લેમેટરી દવાઓ લેવાની જગ્યાએ બીમારી દરમિયાન જરૂર પડ્યે પેરાસિટામોલ દવા લેવી જોઈએ.
આ પણ વાંચો:- એક એવા અભિનેતા જેના કાળા કપડા પહેરવા પર હતો પ્રતિબંધ, જાણવા જેવું છે કારણ
ICMR એ વાત પણ સ્પષ્ટ કરી દીધી છેેકે, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટિસ કે હાર્ટના દર્દીઓને કોરોનાનું સંક્રમણ થવાનું જોખમ વધારે હોવાની વાત એક અફવા છે. આ વાત સાવ ખોટી છે. આ વિવિધ બીમારીથી પીડાતા લોકોને પણ અન્યની સરખામણીમાં સંક્રમિત થવાનું જોખમ વધુ નથી. જોકે, કોરોનાના હળવા લક્ષણો પણ દેખાય તો તરત જ ટેસ્ટ કરાવો. ડાયાબિટિસ, હાઈ બ્લડપ્રેશર અને નબળા હ્રદયવાળા કેટલાક લોકોને ગંભીર લક્ષણો હોઈ શકે છે. આઈસીએમઆરએ જણાવ્યું કે તેમણે વધુ દેખભાળ કરવાની જરૂર છે. તેમજ આઈબ્રુફેન જેવી કેટલીક પેઈન કિલર્સથી હાર્ટના દર્દીઓએ દૂર જ રહેવું જોઈએ. આ દવાથી આવા દર્દીઓમાં કોરોનાના લક્ષણો વધુ ગંભીર બની શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube