Big Breaking : મહારાષ્ટ્રમાં નક્સલીઓએ કર્યો મોટો IED બ્લાસ્ટ, 15 જવાન શહીદ
નક્સલીઓએ મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં મોટો આઈઈડી બ્લાસ્ટ કર્યો છે. જેમાં 15 સુરક્ષા જવાનો ઘાયલ થયા છે. તો ચાર જવાન શહીદ થયા છે. નક્સલીઓએ C60 કમાન્ડોની ટીમ પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો. ગત બે વર્ષોમાં મહારાષ્ટ્રમાં નક્સલીઓનો આ સૌથી મોટો હુમલો માનાવમાં આવે છે.
અમદાવાદ :નક્સલીઓએ મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં મોટો આઈઈડી બ્લાસ્ટ કર્યો છે. જેમાં 15 સુરક્ષા જવાનો ઘાયલ થયા છે. તો 10 જવાન શહીદ થયા છે. નક્સલીઓએ C60 કમાન્ડોની ટીમ પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો. ગત બે વર્ષોમાં મહારાષ્ટ્રમાં નક્સલીઓનો આ સૌથી મોટો હુમલો માનવામાં આવે છે.
સીઆરપીએફના તમામ જવાન એક ગાડીમાં પેટ્રોલિંગ માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન નક્સલીઓએ લેન્ડ માઈન્સથી ગાડીને ફૂંકી મારી હતી. ઘાયલ જવાનોની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળ પર સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ગોળીબારી થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ જવાનો નક્સલીઓને જડબાતોડ જવાબ આપી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ગાડીમાં 16 જવાન સવાર હતા. એક તરફ મહારાષ્ટ્રવાસીઓ મહારાષ્ટ્ર દિવસની ઉજવણીમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ નક્સલીઓએ હુમલો કરીને ઉજવણીના અવસરને માતમમાં ફેરવી દીધો.
C60 કમાન્ડોની ટીમ પર નક્સલીઓએ આ હુમલો કુરખેડા-કોરચી રોડ પાસે કર્યો છે. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે. સાથે જ કેટલાક લોકોના માર્યા ગયાના પણ સમાચાર છે. C60 ટીમ પર એક વર્ષ બાદ આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા પહેલા સવારે કેટલીક ગાડીઓને આગ લગાવવામાં આવી હતી. જેના બાદ સુરક્ષા જવાનો પર આઈઈડી બ્લાસ્ટથી હુમલો કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે, ગઢચિરૌલી વિસ્તારમાં નક્સલીઓનો પ્રભાવ હંમેશાથી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં આ બીજો મોટો હુમલો છે. આ પહેલા 12-13 વાહનોને નક્સલીઓ દ્વારા સગળાગી દેવાયા હતા. જે વાહનો સળગાવાયા હતા, તે રોડ કન્સ્ટ્રક્શન પ્લાનના વાહનો હતા. જેના બાદ સુરક્ષા જવાનો પર હુમલો કરાયો હતો. આ આઈઈડી એટલો પાવરફુલ હોય છે કે, વાહનોના ફુરચેફુરચા ઉડાવી દે છે.
પીએમ મોદીએ ટ્વિટ કરીને નક્સલી હુમલાને વખોડ્યો
ગઢચિરૌલીના નકસલી હુમલા મામલે પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી છે. તેમણે નક્સલી હુમલાને વખોડયો હતો. તેમણે લખ્યું કે, જવાનોની વીરતાને બિરદાવી તેમનું બલિદાન ક્યારેય ભુલાશે નહિ. દુઃખના આ સમયમાં શહીદોના પરિવારજનોને મારી સાંત્વના છે. આવા હિંસક હુમલો કરનારાઓને છોડવામાં નહિ આવે.
નક્સલી હુમલા પર કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ શોક વ્યક્ત કરતા હુમલાની નિંદા કરી છે. સીએમે કહ્યું કે, નક્સલીઓને અમે મજબૂત લડાઇ આપીશું. શહીદના પરિજનો પ્રતિ મારી સંવેદના છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે દેવેન્દ્ર ફડણવીસથી ફોન પર વાત કરી પરિસ્થિતિની જાણાકારી મેળવી છે.
ગૃહ મંત્રી રાજનાથ સિંહે આ હુમલાને નક્સલિઓની કાયરતા ગણાવતા નિંદા કરી છે. સાથે જ તેમણે કહ્યું કે, અમને આપણા જવાનો પર ગર્વ છે. તેમનું સર્વોચ્ચ બલિદાન વ્યસ્થ જશે નહીં.
રામદાસ આઠવલે નક્સલી હુમલાની નિંદા કરતા કહ્યું કે, નક્સલિઓનો ખાતમો કરવાની આવશ્યક્તા છે. નક્સસલવાદી લોકોની માગથી તો અમે સહેમત હતા, પરંતુ તેમણે જે માર્ગ અપનાવ્યો છે તેનાથી કોઇનું ભલું થવાનું નથી.