પુલવામા એટેક: બે દશક બાદ IED એટેક, આ કારણે આતંકીઓએ બદલી સ્ટ્રેટેજી
આ હૂમલામાં અત્યાર સુધી આશરે 44 જવાનો શહીદ થઇ ચુક્યા છે, જ્યારે અનેક જવાનો ઘાયલ થયા છે
નવી દિલ્હી : જમ્મુ -કાશ્મીરના પુલવામામાં CRPF કાફલા પર થયેલા આતંકવાદી હૂમલામાં અત્યાર સુધી 40 જવાન શહીદ થઇ ચુક્યા છે, જ્યારે મોટા પ્રમાણમાં ઘાયલ થયા છે. આ હૂમલા મુદ્દે સંરક્ષણ નિષ્ણાંતોનું કહેવું છે કે આતંકવાદીઓએ હૂમલા કરવાનાં અંદાજમાં ફેરફારો કર્યા છે. આ પ્રકારનો હૂમલો 18 વર્ષ પહેલા 2001માં જમ્મુ કાશ્મીર વિધાનસભામાં કારમાં વિસ્ફોટક ભરીને હૂમલો કર્યો હતો. આતંકવાદીઓએ આ હૂમલા માટે IED બ્લાસ્ટ કર્યો છે, જે સુરક્ષા એજન્સીઓને વિચારવા માટે મજબુર કરી દીધા છે.
દેશના લોકોને મારૂ વચન છે, જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય: PMની કેબિનેટ બેઠક
હાલ આ હૂમલાની જવાબાદારી આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી છે. ગત્ત બે દશકમાં આ સૌથી મોટો આતંકવાદી હૂમલો છે. 2001માં થયેલા કાર હૂમલામાં 38 લોકોનાં મોત નિપજ્યા હતા. આ હૂમલાને કાશ્મીરનાં જ એક યુવકે પાર પાડ્યો હતો. આ હૂમલાને કાશ્મીરનાં જ એક યુવક આદિલ અહેમદનો છે. આ પુલવામાના કાકપોરા વિસ્તારનો રહેવાસી છે. કહેવાઇ રહ્યું છે કે જે કારથી હૂમલો કરવામાં આવ્યો છે તે કારમાં આશરે 350 કિલોગ્રામ વિસ્ફોટક ભરેલો હતો.
અવંતીપોરા એટેક: મોહભાગવતે કહ્યું સરકાર પાસે આકરા પગલાની આશા
11 જાન્યુઆરીએ પણ IED હૂમલામાં સેનાનાં એક મેજર અને એક જવાનનું મોત નિપજ્યું હતું. આ હૂમલો લાઇન ઓફ કંટ્રોલ પાસે નૌશેરા સેક્ટરમાં કરવામાં આવ્યો હતો. 2001 બાદ ગત્ત 18 વર્ષથી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હૂમલા માટે IEDથી હૂમલો નથી કરવામાં આવ્યો. જો કે અચાનકથી હૂમલાની પેટર્નમાં પરિવર્તનથી સુરક્ષા એજન્સીઓ વિચારવા માટે મજબુર થઇ ચુકી છે.
અવંતીપુરા એટેક: રાજનાથ કાલે જમ્મુ-કાશ્મીર જશે, જેટલીએ કહ્યું સહ્ય નહી
આઇઇડી હૂમલાની વાત કરે તો નક્સલ પ્રભાવિત છત્તીસગઢ જેવા રાજ્યોમાં સીઆરપીએફની સામે ખુબ જ મોટો પડકાર છે. આ પ્રકારે નોર્થ - ઇસ્ટના રાજ્યોમાં પણ આતંકવાદી હૂમલામાં આઇઇડીનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં ચારેય તરફ આકરી સુરક્ષાના કારણે આતંકવાદીઓ ષડયંત્ર કરીને હૂમલા કરે છે અને તેનો પ્રયાસ હોય છે કે ગોળીબાર લાંબા સમય સુધી ચાલુ રહ્યો હતો. તેમાં આતંકવાદીઓની મદદ અહીંના સ્થાનિક પત્થરબાજો કરે છે.