ભારતમાં નહીં ચાલે મેડ ઇન ચાઇના ટેસ્લા, ટ્વિટર સાથે ડીલ બાદ મસ્કને બોલ્યા ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ કે, જો એલન મસ્ક ભારતમાં ઉત્પાદન કરવા ઈચ્છે છે તો અમારી પાસે તમામ ક્ષમતાઓ અને ટેક્નોલોજી છે. પરંતુ તે ઉત્પાદન ચીનમાં કરશે અને ભારતમાં વેચશે તો આ સારો પ્રસ્તાવ નથી.
નવી દિલ્હીઃ ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્ક અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર વચ્ચે અધિગ્રહણની ડીલ ફાઇનલ થઈ ચુકી છે. મસ્ક તરફથી લગાવવામાં આવેલી આશરે 44 અબજ ડોલરની અધિગ્રહણની બોલીને ટ્વિટર બોર્ડે સ્વીકારી લીધી છે. ત્યારબાદ તે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના બોસ બનવાની ખુબ નજીક આવી ગયા છે.
આ વચ્ચે એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એલન મસ્કને ઓફર આપી કે તે ભારતમાં ઉત્પાદન કરે. ગડકરીએ કહ્યુ કે, જો એલન મસ્ક ભારતમાં ઉત્પાદન કરવા ઈચ્છે છે તો આપણી પાસે તમામ ક્ષમતાઓ અને ટેક્નોલોજી છે. પરંતુ તે ઉત્પાદન ચીનમાં કરશે અને ભારતમાં વેચશે તો તે સારો પ્રસ્તાવ નથી.
કાર્યક્રમ દરમિયાન ગડકરીએ કહ્યુ, 'હું તેમને વિનંતી કરુ છું કે તે અહીં ઉત્પાદન શરૂ કરે. ભારત એક મોટુ માર્કેટ છે. અહીં બંદર પણ છે. તે ભારતથી એક્સપોર્ટ કરી શકે છે. આ વચ્ચે ગડકરીએ મેડ ઇન ચાઇના ટેસ્લાના કોન્સેપ્સની ભારતમાં એન્ટ્રીની સંભાવનાઓને નકારતા કહ્યુ કે, તેમનું ભારતમાં સ્વાગત છે. પરંતુ માની લો કે તે ચીનમાં ઉત્પાદન કરવા ઈચ્છે છે અને ભારતમાં વેચે છે તો આ ભારત માટે બરોબર નથી. અમારી વિનંતી છે કે તે ભારત આવે અને અહીં મેન્યુફેક્ચર કરે.'
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ઠુકરાવી કોંગ્રેસની ઓફર, સુરજેવાલાએ આપી જાણકારી
ઉલ્લેખનીય છે કે મસ્કે 14 એપ્રિલે ટ્વિટરને ખરીદવાની રજૂઆત કરી હતી. મસ્કે કહ્યું કે તે ટ્વિટરને એટલા માટે ખરીદવા ઈચ્છે છે કારણ કે તેને નથી લાગતું કે તે સ્વતંત્ર અભિવ્યક્તિના મંચના રૂપમાં પોતાની ક્ષમતા પર ખરૂ ઉતરી શક્યું નથી. ટ્વિટરના બોર્ડે સોમવારે સર્વસંમત્તિથી તેના પ્રસ્તાવને મંજૂરી આપી હતી અને શેરધારકોને પણ આમ કરવાની ભલામણ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube