નવી દિલ્હીઃ દેશમાં દરરોજ સામે આવી રહેલા 3.50 લાખથી વધુ કોરોના કેસો અને હજારો મોત વચ્ચે સૌથી મોટો સવાલ એક જ છે કે શું કેન્દ્ર સરકાર પાછલા વર્ષની જેમ દેશમાં લૉકડાઉન લગાવશે? નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડો. વીકે પોલને બુધવારે જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે સંક્રમણની ચેન તોડવા માટે રાજ્ય સરકારોને પ્રતિબંધોને લઈને દિશાનિર્દેશ આપી દીધા છે. તેમણે તે પણ કહ્યું કે, જો ભવિષ્યમાં કંઈ વધુ કરવાની જરૂર પડે છે તો તેને લઈને હંમેશા ચર્ચા કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીકે પોલે કહ્યુ, જો સંક્રમણ વધુ વધે છે તો ચેન તોડવા માટે પ્રતિબંધ લગાવવામાં આવે છે. લોકોની અવર-જવર રોકવામાં આવે છે. આ સંબંધમાં 29 એપ્રિલે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે આપણે ટ્રાન્સમિશન રોકવાનું છે અને જે વિસ્તારમાં સંક્રમણ દર 10 ટકાથી વધુ છે, ત્યાં પર સરકારોને રાત્રી કર્ફ્યૂ લાગી કરવાની સલાહ આપવામાં આવી છે. રાજ્ય સરકારો નિર્ણય લેશે. આ સિવાય સામાજીક, રાજકીય, ખેલ, ધાર્મિક મેળાવળા પર પ્રતિબંધ છે. શોપિંગ કોમ્પલેક્સ, સિનેમા ઘર, રેસ્ટોરન્ટ, બાર, સ્પોર્ટસ કોમ્પલેક્સ, સ્વીમિંગ પૂલ, ધાર્મિક સ્થળ વગેરેને બંધ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. 


Covid 19: કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારની ચેતવણી- હજુ ત્રીજી લહેર પણ આવશે  


24 કલાકમાં 3780 લોકોના મોત
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,82,315 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,06,65,148 પર પહોંચી ગયો છે. જેમાંથી  34,87,229 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 3,38,439 લોકો રિકવર થયા છે. કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા 1,69,51,731  થઈ છે. ચિંતાજનક વાત એ છે કે મૃત્યુઆંક અચાનક વધી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 3780 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 2,26,188 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી 16,04,94,188 લોકોને રસી અપાઈ છે. 
 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube