નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વધારે એક મોટી જાહેરાત કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જો સત્તામાં પરત ફરશે તો નીતિ આયોગને ખતમ કરી દેશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, જો ચૂંટણી બાદ સત્તામાં પરત ફરશે તો નીતિ આયોગને ખતમ કરશે. આ પંચે વડાપ્રધાન મોદી માટે માર્કેટિંગ પ્રેઝન્ટેશન બનાવવા અને આંકડામાં હેરફેર કરવા ઉપરાંત કોઇ પણ કામ નથી કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાલકોટ હુમલાના મહિના બાદ પુરાવા નષ્ટ કરી પાકિસ્તાને મીડિયાને કેમ્પો દેખાડ્યાં
રાજનાથ EXCLUSIVE: મોદી પર જનતાનો વિશ્વાસ વધ્યો, મહાગઠબંધન અંગે કર્યા ચોંકાવનારા ખુલાસા

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીના ન્યાય યોજનાની જાહેરાત બાદ નીતિ આયોગનાં વાઇસ ચેરમેન રાજીવ કુમારે આ યોજનાનાં વિરોધમાં નિવેદન આપ્યું હતું. રાજીવ કુમારે કહ્યું હતું કે, કોઇ સ્કીમ લાગુ કરવામાં આવે તો તેમાં દેશની અર્થવ્યવસ્થા પર ખુબ જ ખરાબ અસર પડશે. રાજીવ કુમારના આ નિવેદન બાદ કોંગ્રેસ નેતાઓએ ચૂંટણી પંચને તેની ફરિયાદ કરી હતી. 



અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી આ દિવસોમાં જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગેલા છે. તેઓ વડાપ્રધાન મોદી પર હુમલો કરવામાં કોઇ પણ તક ક્યારે પણ છોડતું નથી. શુક્રવારે હરિયાણાના કરનાલમાં રોડ શો બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી સામાન્ય લોકો પાસેથી પૈસા લઇને અંબાણી અને મેહુલ ચોક્સી જેવા વેપારીઓને આપે છે.