બાલકોટ હુમલાના મહિના બાદ પુરાવા નષ્ટ કરી પાકિસ્તાને મીડિયાને કેમ્પો દેખાડ્યાં
ગુપ્ત સુત્રો અનુસાર પાકિસ્તાને બાલકોટમાં આ મહિના દરમિયાન હુમલાનાં તમામ પુરાવાઓ નષ્ટ કરી દીધા હતા
Trending Photos
નવી દિલ્હી : બાલકોટમાં એરસ્ટ્રાઇકનાં એક મહિના બાદ પાકિસ્તાની સેના પત્રકારો ની એક ટીમને તે સ્થાને લઇને ગઇ જ્યાં જૈશનાં ટેરર કેમ્પ પર ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઇક કરીને આતંકવાદી કેમ્પને તબાહ કરી દીધા હતા.પાકિસ્તાને એક મહિના દરમિયાન હુમલાનાં તમામ પુરાવા નષ્ટ કરી દીધા, જેના કારણે તે સાબિત ન થઇ શકે કે ભારતની કાર્યવાહીમાં તેના આતંકવાદી કેમ્પો નષ્ટ થયા કે નુકસાન થયું છે. સુત્રો અનુસાર પાકિસ્તાની સેના મીડિયા ટીમને કેમ્પનાં બીજા હિસ્સામાં લઇ ગઇ. જ્યાં હુમલો જ નહોતો થયો.
સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીના અનુસાર પાકિસ્તાને બાલકોટનો મેક ઓવર કરી નાખ્યો છે. સાથે વિશ્વને એવું દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે આ કોઇ સામાન્ય મદરેસા હોય. 8 મીડિયા ટીમનાં સભ્યોને બાલકોટ કેમ્પની અંદર લઇ જતા પહેલા 300 જેટલા બાળકોને કેમ્પમાં બેસાડી દેવામાં આવ્યા હતા, તમામ બાળકો પહેલા આવો બ્રીફિંગ કરી સમજાવી દેવાયા હતા કે તેમણે મીડિયા સમક્ષ શું બોલવાનું છે.
પાકિસ્તાને બાલાકોટમાં હુમલા બાદ જ પાકિસ્તાની સેનાની ફ્રંટિયર કોરને ફરજંદ કરી દીધા હતા. ત્યાર બાદ ચુપચાપ આતંકવાદીઓને શબોને હટાવી દેવાયા હતા અને તબાહ થયેલા કેમ્પને ફરી એકવાર યથાવત્ત કરી દેવાયા હતા. આ જ કારણ છે કે હુમલાના એક મહિના બાદ પાકિસ્તાની મીડિયાને બાલકોટ કેમ્પની અંદર લઇ જવામાં આવ્યા. ગુપ્તચર એજન્સીઓનાં રિપોર્ટ અનુસાર પાકિસ્તાન ભારતીય વાયુસેનાની કાર્યવાહીથી આ પ્રકારે ડરેલું છે કે તેમાં તમામ આતંકવાદી જુથોને કહે છે કે તે પાકિસ્તાન અધિકૃત ટેરર કેમ્પથી બહાર નિકળવા દરમિયાન પાકિસ્તાની સેનાએ વર્દી પહેરી, જેમાં ભારતીય એજન્સીઓની રડારમાં આવતા બચી શકે. પાકિસ્તાની સેના, આઇએસઆઇને આ મહિને 16 માર્ચે આતંકવાદીઓનાં ટોપ કમાન્ડર્સ સાથે બેઠક કરીને નિર્દેશ આપ્યો હતો.
LIVE: પ્રિયંકા ગાંધીનો અયોધ્યામાં રોડ શો, રામલલા મંદિરના મહંતે ગણાવી વોટયાત્રા
પાકિસ્તાની બાલકોટમાં જૈશના કેમ્પ પર ભારતની કાર્યવાહી બાદ પીઓકેનાં 4 ટેરર કેમ્પને પણ દુર શિફ્ટ કરવામાં લાગેલું છે. જેમાં આ કેમ્પ્સની સિક્યોરિટી સારી રીતે કરવામાં આવી શકે. ગુપ્તચર એજન્સીઓ અનુસાર પાકિસ્તાનનાં એક અને કોટલી વિસ્તારમાં હાલનાં લશ્કર અને જૈશના આતંકવાદીઓએ કહ્યું કે તેઓ પોતાના કેમ્પોને લાઇન ઓફ કંટ્રોલથી દુર રાખે. આ વિસ્તારમાં આતંકવાદીઓએ ચાર કેમ્પ રહેલા છે.
ટેરર ફંડિગ મુદ્દે EDની મોટી કાર્યવાહી, અલગતાવાદી શબ્બીર શાહના પરિવારની સંપત્તી જપ્ત
ગૃહમંત્રાલયનાં એક અધિકારીના અનુસાર પાકિસ્તાનને લાગે છે કે ભારતીય સેટેલાઇટ દરેક સમયે કેમ્પને મોનિટર કરી રહ્યા છે જેવા આતંકવાદી કેમ્પથી બહાર નિકળે છે ભારતીય સેનાને માહિતી મળે છે અને તેને મારી નાખવામાં આવે છે. જો તેઓ પાકિસ્તાની સેનાની યુનિફોર્મમાં હોય તો ઓળખ કરવી મુશ્કેલ થઇ પડે છે કારણ કે સેનાના જવાન અને આતંકવાદીઓ વચ્ચે ઓળખ થઇ શકતી નથી.
કિન્નર અખાડાના મહામંડલેશ્વર ભવાની માં હશે પ્રયાગરાજના AAP ઉમેદવાર
16 માર્ચે નિકલાય વિસ્તારમાં આતંકવાદીઓ અને પાકિસ્તાની આર્મીની એક હાઇલેવલ મીટિંગ થઇ આ મીટિંગમાં પાકિસ્તાની ISI પાકિસ્તાની આર્મીનાં ત્રણ PoK બ્રિગેડનાં બે મોટા અધિકારીઓ લશ્કર આતંકવાદી અને પાકિસ્તાની આતંકવાદીઓને ભારતમાં ઘુસણખોરી કરાવનાર ગાઇડ અશફાક પણ હાજર હતો. આઇએસઆઇએ આ નિર્ણય કર્યો છે કે તેઓ જૈશ એ મોહમ્મદને વધારે ફંડ આપશે જેમાં ખીણની અંદર જૈશ સતત મોટી દુર્ઘટનાઓ કરી શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે