Alimony: કોર્ટે પતિને ફટકાર લગાવી, લગ્ન કર્યા છે તો ત્યારબાદની જવાબદારીઓ ઉઠાવવા માટે પણ તૈયાર રહો
ઓછી આવકનો હવાલો આપીને પોતાની પત્નીને ભરણપોષણ ભથ્થું ઓછું કરવાની અરજી પર કોર્ટે કડક ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે લગ્ન પહેલા છોકરાને હોશિયાર બતાવવામાં આવે છે. કમાણીના મોટા મોટા દાવા કરાય છે પરંતુ લગ્ન બાદ સંબંધોમાં ખટાશ આવે એટલે તે બેરોજગાર બની જાય છે.
ઓછી આવકનો હવાલો આપીને પોતાની પત્નીને ભરણપોષણ ભથ્થું ઓછું કરવાની અરજી પર કોર્ટે કડક ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે 'લગ્ન પહેલા છોકરાને હોશિયાર બતાવવામાં આવે છે. કમાણીના મોટા મોટા દાવા કરાય છે પરંતુ લગ્ન બાદ સંબંધોમાં ખટાશ આવે એટલે તે બેરોજગાર બની જાય છે. જ્યારે એક વ્યક્તિ લગ્ન કરે તો તેણે આવનારી જવાબદારીઓ માટે તૈયાર રહેવું જોઈએ.'
દિલ્હીની કડકડડુમા સ્થિત એડિશનલ સેશન ન્યાયાધીશ અરુણ સુખીજાની કોર્ટે કહ્યું કે વિચિત્ર સ્થિતિ છે એક શાનદાર રીતે લગ્ન કરનાર વ્યક્તિ અચાનક રોજ કમાનારા મજૂરથી પણ ઓછી આવકવાળો કેવી રીતે બની જાય છે, કારણ કે તે પોતાની પત્ની અને બાળકોને ભરણપોષણ ભથ્થું આપવા માંગતો નથી. કોર્ટે એમ પણ કહ્યું કે સંબંધોમાં ખટાશ જવાબદારીના બંધનો પર ભારે પડી રહી છે. કોર્ટે પ્રતિવાદી પતિને નિર્દેશ આપ્યા છે કે નીચલી કોર્ટ દ્વારા નિર્ધારિત આઠ હજાર રૂપિયા મહિનાનું ભરણપોષણ ભથ્થું ચૂકવો.
હોટલમાં થયા હતા કાર્યક્રમ
પ્રતિવાધી યુવકની સગાઈ અને લગ્ન ફાઈવ સ્ટાર હોટલમાં થયા હતા. એક કાર્યક્રમ છોકરાવાળાએ કર્યો હતો જ્યારે બીજો કાર્યક્રમ છોકરીવાળા તરફથી થયો હતો. હવે યુવક કહે છે કે તે મહિને માત્ર ચાર હજાર રૂપિયા જ કમાય છે. આઠ હજાર રૂપિયાનું ભરણપોષણ ભથ્થું કેવી રીતે આપી શકે?
વિશ્વ પર તોળાઈ રહ્યો છે કત્લેઆમનો ખતરો, જાણો કેવી રીતે એક 'માખી'થી મચી શકે છે તબાહી
જર્મનીમાં એક ચર્ચમાં અંધાધૂંધ ફાયરિંગથી અફરાતફરી મચી, 6 લોકોના મોત અનેક ઘાયલ
25 વર્ષ સુધી પતિના ઘરમાં કામ કરવા બદલ મળશે કરોડો રૂપિયા, સ્પેનની કોર્ટનો નિર્ણય
પ્રમાણપત્ર લઈ આવ્યો
નીચલી કોર્ટે પહેલા જ આ યુવકને પત્નીને આઠ હજાર રૂપિયા મહિને ભરણપોષણ ભથ્થું આપવાનું કહ્યું હતું પરંતુ યુવકે આ આદેશને સેશન કોર્ટમાં પડકાર્યો. તેનું કહેવું હતું કે તેની માસિક આવક માત્ર ચાર હજાર રૂપિયા છે. આથી તેણે પોતાના ગામના તહસીલદાર પાસે આવકનું પ્રમાણપત્ર પણ બનાવડાવ્યું. સેશન કોર્ટે તેના પર ચોંકી જતા કહ્યું કે એક તહસીલદાર આ પ્રકારનું આવકનું પ્રમાણપત્ર કેવી રીતે આપી શકે. ચાર હજાર રૂપિયા કમાતી વ્યક્તિ એવો પણ દાવો કરે છે કે તેણે બેંક પાસેથી પાંચ લાખ રૂપિયાની લોન લીધી છે જેનો તે હપ્તો ભરે છે. આટલી ઓછી આવક હોય તો કઈ બેંકે તેને લોન આપી.
પત્નીની કમાણી 80 હજાર ગણાવી
આ મામલામાં ભરણપોષણ ભથ્થાને પડકારતી અરજીમાં યુવકે પત્નીને ખુબ ભણેલી ગણેલી બતાવી અને કહ્યું કે તેની આવક મહિને 80000 રૂપિયા છે. પતિનું કહેવું છે કે પત્ની ઈન્ડિગો એરલાઈન્સમાં કામ કરી ચૂકી છે. જેના પર કોર્ટે કહ્યું કે તેમને એ વાત પચતી નથી કે કોઈ વ્યક્તિ 80 હજાર રૂપિયા કમાનારી પોતાની પુત્રીના લગ્ન મહિને ચાર હજાર રૂપિયાની આવકવાળા વ્યક્તિ સાથે કેવી રીતે કરે. જ્યારે આ લગ્ન સંપૂર્ણ રીતે બે પરિવારોની સહમતિ પર આધારિત છે. કોર્ટે કહ્યું કે આ તમામ તથ્યો ખોટા અને ઉપજાવેલા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube