વિશ્વ પર તોળાઈ રહ્યો છે કત્લેઆમનો ખતરો, જાણો કેવી રીતે એક 'માખી'થી મચી શકે છે તબાહી

મેકઈન્ટાયર આ પ્રકારનો ખતરો વ્યક્ત કરનારા પહેલા વિશેષજ્ઞ નથી, આ પહેલાં મિડિલબરી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ દ્વારા 2019માં એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં જૈવિક હથિયારોને લઈને ખતરો વ્યક્ત કરવામાં આવ્યો હતો. 

વિશ્વ પર તોળાઈ રહ્યો છે કત્લેઆમનો ખતરો, જાણો કેવી રીતે એક 'માખી'થી મચી શકે છે તબાહી

વૈશ્વિક મહામારી કોરોના સમયે તમે જૈવિક હથિયારોની ચર્ચા ખૂબ સાંભળી હશે. તમામ લોકોએ અહીં સુધી દાવો કરી દીધો હતો કે કોરોના પણ એક જૈવિક હથિયાર છે, જેને ચીનની લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે. જોકે હજુ સુધી આના વિશે પુષ્ટિ નથી થઈ, જોકે કોઈ એવા તથ્યો પણ નથી મળ્યા જેનાથી આપણે આ વાત અવગણી શકીએ. વાયરસ ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો એ હજુ પણ ચર્ચાનો વિષય છે. જોકે, હાલ કોરોના સામેની લડાઈ વિશ્વ જીતી ચૂક્યું છે, પરંતુ જે ખતરો હવે મંડરાય રહ્યો છે તેની સામે લડવાનો કોઈ રસ્તો જ નથી મળી રહ્યો. 

વૈજ્ઞાનિકોનો દાવો છેકે આતંકવાદી ગૃપ એક એવું જૈવિક હથિયાર બનાવી રહ્યા છે જે માનવ જીવનને બરબાદ કરી નાખશે. ખાસ વાત એ છેકે આને કીટ ડ્રોન (માખીની જેવું દેખાતું ડ્રોન) ના માધ્યમથી લોકો વચ્ચે પહોંચાડી શકાય છે. આ દાવો ન માત્ર ચોંકાવનારો છે પરંતુ ડરાવનારો પણ છે. દાવો તો એ પણ કરવામાં આવી રહ્યો છેકે આ ખતરો કોઈ એક દેશ પર નહીં પરંતુ સમગ્ર વિશ્વ પર મંડરાય રહ્યો છે. જો કોઈ આતંકી સંગઠન આ જૈવિક હથિયાર બનાવવામાં સફળ થઈ જશે તો આનું પરિણામ ભયાનક આવશે. 

વૈજ્ઞાનિકોએ કર્યો આ દાવો
આતંકીઓ દ્વારા જૈવિક હથિયાર બનાવ્યાની શક્યતા વ્યક્ત કરી છે ન્યૂ સાઉથ વેલ્સ યૂનિવર્સિટીમાં ગ્લોબલ બાયો સિક્યુરિટી ભણાવનારા પ્રોફેસર રૈના મેકઈન્ટાયરે. તેમણે દાવો કર્યો છેકે જૈવિક હથિયારોનો સતત થતો વિકાસ આપણને એવા ખતરા તરફ લઈ જઈ રહ્યો છે જેનાથી આતંકવાદીઓ જાતે જ જૈવિક હથિયાર બનાવી શકે છે. આવા હથિયાર કે વાયરલ આતંકવાદી પોતાની જ લેબમાં તૈયાર કરી શકે છે. આ ટેકનિકથી જૈવિક હથિયાર બનાવ્યા બાદ આતંકી સંગઠન કીટ ડ્રોનના માધ્યમથી માનવતા પર મોટો હુમલો કરી શકે છે. 

માનવ અસ્તિત્વ પર ખતરો
પ્રોફેસર રૈના મેકઈન્ટાયર અનુસાર આપણે 'લેબ ઈન બોક્સ'ને ઓનલાઈન ખરીદી શકીએ છીએ, તેની સાથે 3D પ્રિન્ટિંગ અને જૈવિક સામગ્રી પણ મગાવી શકીએ છીએ. આવનારા સમયમાં આ ટેકનિક માનવ અસ્તિત્વ માટે ખતરો બની શકે છે. જેવી રીતે રસોડામાં જ ડ્રગ લેબ ચલાવવામાં  આવે છે, તેવી રીતે એક ગુપ્ત લેબ ચલાવવી સંભવ છે. હજુ સુધી કોઈ એવી ટેકનિક પણ સામે નથી આવી જેનાથી એ માલુમ કરી શકાય કે આ લેબ ક્યાં ચાલી રહી છે. 

પહેલાં પણ વ્યક્ત કરવામાં આવી હતી આશંકા
મેકઈન્ટાયર આ પ્રકારનો ખતરો વ્યક્ત કરનારા પહેલા વિશેષજ્ઞ નથી, આ પહેલાં મિડિલબરી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ દ્વારા 2019માં એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. આમાં ચેતવણી આપવામાં આવી હતી કે 3D પ્રિન્ટિંગ અને AI સામુહિક વિનાશનું હથિયાર બની શકે છે. આ અભ્યાસમાં શોધકર્તા રૉબર્ટ શૉએ જણાવ્યું હતું કે આ એ હથિયાર હશે જેના વિશે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. કેટલાક વિશેષજ્ઞોનું એ માનવું છેકે આ પ્રકારનો હુમલો કોવિડ-19 જેવી પરિસ્થિતિ લાવી શકે છે.

કેટલું અસરકાર હોઈ શકે છે જૈવિક હથિયાર?
બ્રિટનની સેનાના કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યૂક્લિયર રેજિમેન્ટના કમાન્ડર કર્નલ હામિશ ધ બ્રિટન અનુસાર પહેલાં પણ એ જાહેર થઈ ચૂક્યું છેકે કેવી રીતે દુનિયાને ઘૂંટણીએ લાવી શકાય. ખાસ કરીને કોરાના વાયરસના સંક્રમણથી ચીન અને રશિયાને એ સંકેત મળી ચૂક્યો છેકે જૈવિક હથિયાર કેટલું પ્રભાવશાળી હોય શકે છે. 

ISIS કરી ચૂક્યું છે પ્રયાસ
કર્નલ હામિશ ધ બ્રિટને કહ્યું કે બની શકે કે એ દેશોમાં જૈવિક હથિયાર પર પ્રયોગ પણ શરૂ થઈ ચૂક્યા હોય, જે આતંકીઓના મદદગાર છે. આ પહેલાં ISIS પણ આ પ્રયાસ કરી ચૂક્યું છે. આતંકી સંગઠને સીરિયાના રેફ્યૂજી કેમ્પમાં પ્લેગ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત જર્મનીમાં એક હથિયારબંધ રિકિનને જપ્ત કરવામાં આવી હતી જે એક જૈવિક હથિયાર જ હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news