આ વખતે પણ ફાઈનાન્શિયલ યર 2023-24 માટે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 હતી. કરોડો લોકોએ આઈટીઆર ફાઈલ કરી દીધુ છે. તો અનેક ટેક્સ ભરનારા લોકો પોતાના રિફંડની રાહ જોઈને બેઠા છે. અનેક લોકો સાથે એવું બને છે કે રિટર્ન તો  ભરી દીધુ પરંતુ રિફંડ જલદી મળતું નથી. અત્રે જણાવવાનું કે આવકવેરા વિભાગ ITR ફોર્મના પ્રકારના આધારે રિફંડ ઈશ્યું કરે છે. આ જ આધાર પર રિફંડ મળવાનો સમય અલગ અલગ થઈ જાય છે. આ કારણે તમે જોયું હશે કે કોઈને રિફંડ 24 કલાકમાં આવી જાય તો કોઈને  રિફંડ આવવામાં અનેક અઠવાડિયા લાગી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ ચાર મહિના સુધીનો પણ સમય લાગે
આવકવેરા રિટર્ન (ITR) કેટલું જલદી પ્રોસેસ થશે તે અનેક વાતો પર નિર્ભર કરે છે. તેમાં એ મહત્વનું હોય છે કે તમે કયું ITR ફોર્મ ભર્યું છે અને તમારું રિટર્ન કેટલું જટિલ છે. સીએ આશીષ મિશ્રાના જણાવ્યાં મુજબ "આવકવેરા વિભાગને કોઈ પણ એક રિટર્ન પ્રોસેસ કરવામાં ઘણો સમય લાગી શકે છે. જેમાં ત્રણ ચાર મહિના સુધીનો સમય પણ લાગી શકે છે. કેટલાક મામલાઓમાં રિટર્ન તે જ દિવસે કે એક મહિનાની અંદર પણ પ્રોસેસ થઈ જાય છે. કેટલાક મામલાઓમાં આ સમયગાળો છ મહિનાથી લઈને એક વર્ષ સુધી પણ થઈ જાય છે. કેટલો સમય લાગશે તે બધુ મળીને આવકવેરા ટેક્સ વિભાગના કામ કરવાની રીત પર નિર્ભર કરે છે." 


કયા ફોર્મમાં કેટલો સમય


ITR-1 ફોર્મ એવા લોકો માટે છે જેમની કમાણી ફ ક્ત પગારથી થાય છે કે પછી જેમની પાસે એક જ ઘર છે અને તેમની કુલ આવક 50 લાખ રૂપિયાથી વધુ ન હોય. પહેલાના આંકડા મુજબ ITR-1 ફોર્મથી ભરાયેલા રિટર્ન 10 દિવસની અંદર પ્રોસેસ થઈ જાય છે અને તેમનું રિફંડ સામાન્ય રીતે 15 દિવસમાં મળી જાય છે. 


ITR-2 ફોર્મ એવા ટેક્સપેયર્સ માટે હોય છે જેમની કમાણી શેરના વેચાણથી થતા નફા (કેપિટલ ગેઈન) અને અન્ય વધુ જાણકારીવાળી વાતો સામેલ હોય છે. આ ફોર્મને પ્રોસેસ થવામાં સામાન્ય રીતે 20થી 45 દિવસનો સમય લાગે છે. કારણ કે આ ફોર્મમાં વધુ જાણકારી હોય છે. આથી તેની તપાસમાં વધુ સમય લાગી જાય છે. 


ITR-3 ફોર્મ એવા લોકો અને હિન્દુ અવિભાજ્ય પરિવારો (HUF) માટે હોય છે જેમની કમાણી કોઈ બિઝનેસ કે પ્રોફેશનથી થાય છે. ITR-3 ફોર્મને પ્રોસેસ થવામાં સામાન્ય રીતે વધુ સમય લાગે છે. તેના પ્રોસેસિંગમાં લગભગ 30થી 60 દિવસનો સમય લાગે છે.  તેમાં અનેક એવી જાણકારી હોય છે જે ખબ જ પેચીદા હોય છે. 


તમારું આવકવેરા રિટર્ન કેટલું જલદી પ્રોસેસ થશે એ એ વાત પર નિર્ભર કરે છે કે તમે ITR-1, ITR-2 કે ITR-3..કયું ફોર્મ ભર્યું છે. આ સાથે જ તમારું રિટર્ન કેટલું જટિલ છે તે પણ જરૂરી હોય છે. એવા લોકો કે જેમની કમાણી સિંપલ હોય છે જેમ કે  પગાર તો તેમના માટે  ITR-1 ફોર્મ ભરવું સરળ હોય છે. જે જલદી પ્રોસેસ થઈ જાય છે. પરંતુ જે લોકોના બિઝનેસ છે તેમણે ITR-3 ફોર્મ ભરવું પડે છે. જે ફોર્મમાં વધુ ફાઈનાન્શિયલ જાણકારી હોય તેમને ટેક્સ વિભાગ સારી રીતે ચેક કરે છે. આથી તેને પ્રોસેસ થવામાં વધુ સમય લાગે છે. જ્યારે તમારું આવકવેરા રિટર્ન ચેક થઈ જાય તો ટેક્સ વિભાગ તમને એક નોટિસ મોકલે છે. જેને સેક્શન 143(1) હેઠળ ઈન્ટિમેશન નોટિસ કહેવામાં આવે છે. 


કેવી રીતે ચેક કરવું આઈટીઆર રિફંડનું સ્ટેટસ
- તમારા ટેક્સ રિફંડના સ્ટેટસને ચેક કરવા માટે ઈ ફાઈલિંગ પોર્ટલ પર આ સ્ટેપ્સને ફોલો કરો. 


- સૌથી પહેલા ઈ ફાઈલિંગ પોર્ટલ પર જાઓ. 
- તમારા યૂઝર આઈડી અને પાસવર્ડથી લોગઈન કરો. 
- ઈફાઈલ ટેબ  પર જાઓ અને પછી આવકવેરા રિટર્ન પર જાઓ. અહીં વ્યૂ ફાઈલ્ડ રિટર્ન પસંદ કરો. 
- અસેસમેન્ટ યરના રિફંડની તપાસ કરો અને વ્યૂ ડિટેલ્સ પર ક્લિક કરો. 
- અહીં તમે તમારા ભરવામાં આવેલા રિટર્નની લાઈફ સાઈકલ પણ જોઈ શકો છો. 


રિફંડ સ્ટેટસની જાણકારી
- Refund Issued: જ્યારે રિફંડ તમારા બેંક ખાતામાં જમા થઈ ગયું હોય.
-  Partially Adjusted: જ્યારે રિફંડનો ફક્ત એક ભાગ સમાયોજિત કરાયો હોય. 
- Full Refund Adjusted: જ્યારે આખે આખું રિફંડ એડજસ્ટ  કરાયું હોય. 
- Refund Failed: જ્યારે રિફંડ પ્રોસેસ્ડ ન કરાયું હોય.