New Variant Arcturus Symptoms: કોરોનાના કેસ ફરી એકવાર દેશમાં વધી રહ્યા છે. આ વખતે કોરોનાનું આર્કટુરસ વેરિયંટ ભારત સહિત દુનિયાના અલગ અલગ દેશો માટે નવી સમસ્યા બની ગયું છે.  WHO ના જણાવ્યા અનુસાર કોરોનાનું આ નવો પ્રકાર 29 દેશોમાં ફેલાઈ ગયું છે. આ નવો પ્રકાર અગાઉના વેરિયંટ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. આર્કટુરસ ઓમિક્રોનનું નવું સબ-વેરિયન્ટ XBB.1.16 છે.  ભારતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના નવા કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. તેવામાં દેશના જાણીતા ડોક્ટરોએ કોરોનાના આ નવા સબ-વેરિયંટ આર્કટુરસના કેટલાક મુખ્ય લક્ષણો વિશે જણાવ્યું છે, જેને જાણીને તમે પણ સમયસર સાવધાન થઈ સારવાર શરુ કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ક્રિકેટ રમતાં હાર્ટ એટેક આવ્યાની વધુ એક ઘટના, 14 વર્ષના બાળકને મેદાન પર આવ્યો એટેક


કોરોનાના કેસમાં ફુલ સ્પીડમાં વધારો, 24 કલાકમાં 12 હજારથી વધુ નવા કેસ, 42 દર્દીના મોત


સાંઈબાબાના દરબારમાં ધરાયા એટલા સિક્કા કે બેન્કો પાસે નથી રુપિયા રાખવાની જગ્યા


આર્કટુરસના પરીક્ષણ દર્શાવે છે કે તેની ચેપ ફેલાવવાની ક્ષમતા વધારે છે. સંશોધન અનુસાર આ વેરિયંટ અગાઉના વેરિયંટ કરતા 1.27 ગણો વધુ ચેપી છે. ટોક્યો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તેને એન્ટિબોડીઝ માટે મજબૂત પ્રતિરોધક ગણાવ્યું છે. આ સાથે જ ચેતવણી આપી છે કે તે સમગ્ર વિશ્વમાં ફેલાઈ શકે છે. નિષ્ણાંતોના મતે આ નવો વાયરસ રોગપ્રતિકારક શક્તિને પણ છેતરી શકે છે અને ગંભીર સમસ્યાનું કારણ બની શકે છે. 


આર્કટુરસના મુખ્ય લક્ષણ


ડોકટરોના જણાવ્યા અનુસાર આ ચેપમાં કેટલાક અલગ-અલગ લક્ષણો જોવા મળી રહ્યા છે. જે અગાઉના Omicron માં આટલું જોવા મળતા ન હતા. આ વખતે વ્યક્તિના શરીરમાં તીવ્ર દુખાવો, લાંબા સમય સુધી ચાલતી ઉધરસ, પેટમાં ખેંચ આવવી, ગેસની સમસ્યા અને ઝાડા જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તેમાં બંધ નાક, નાકમાંથી પાણી નીકળવું, તાવ આવવો જેવા લક્ષણો પણ જોવા મળે છે.