IIM સંબલપુર કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું, આજના સ્ટાર્ટઅપ આવતીકાલના મલ્ટીનેશનલ
પીએમ મોદીએ કહ્યું કે કોરોના મહામારી દરમિયાન દેશએ નવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઘણા ક્ષેત્રોમાં ભારત આત્મનિર્ભર થયું છે. N-95 જેવા ગુણવત્તાપૂર્વક માસ્ક, સેનિટાઇઝર, પીપીઇ કીટ વગેરેમાં ક્રાંતિકારી કામ થયું છે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી IIM સંબલપુરના કાયમી સંકુલનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ઓડિશાના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપરાંત, કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ 'નિશંક', ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રતાપચંદ્ર સાંરગી પણ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, IIM સંબલપુરના કાયમી સંકુલથી ઓડિશાની સંસ્કૃતિ અને સંસાધનો પ્રદર્શિત થવાની સાથે સાથે તેનાથી પ્રબંધન ક્ષેત્રમાં ઓડિશાને વૈશ્વિક માન્યતા પણ પ્રાપ્ત થશે. તેમણે ઉમેર્યું હતું કે, તાજેતરના સમયમાં દેશ ભારતીય બહુરાષ્ટ્રીય વલણનો સાક્ષી બન્યો છે. જ્યારે અગાઉ તેનાથી વિપરિત એટલે કે ભારતમાં આવી રહેલી બાહ્ય બહુરાષ્ટ્રીય કંપનીઓનું વલણ જોવા મળતું હતું.
Vaccine ને મંજૂરી મળ્યા બાદ આજથી આખા દેશમાં શરૂ થશે Dry Run, તેના આધારે ચાલશે વેક્સીનેશન ડ્રાઇવ
ટીઅર 2 અને ટીઅર 3 દરજ્જાના શહેરોમાં હવે સ્ટાર્ટઅપ જોવા મળી રહ્યાં છે અને ભારત, તાજેતરના મુશ્કેલીના તબક્કામાં વધુ 'યુનિકોર્ન'નું સાક્ષી બન્યું છે, કૃષિ ક્ષેત્રમાં ઝડપથી સુધારાઓ અમલમાં આવી રહ્યાં છે. આવા પરિદૃશ્યમાં પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને પોતાની કારકર્દીનું ઘડતર દેશની મહત્વાકાંક્ષાઓને અનુરૂપ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ નવા દાયકામાં, બ્રાન્ડ ઇન્ડિયાને વૈશ્વિક સ્વીકૃતિ આપવાની જવાબદારી તમારા સૌના શિરે છે.
પ્રધાનમંત્રીએ સ્થાનિકનો ઉત્કર્ષ કરીને વૈશ્વિક સ્તરે લઇ જવામાં વિદ્યાર્થીઓની બહોળી ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને સંબલપુર વિસ્તારમાં રહેલી પ્રબળ સ્થાનિક સંભાવનાઓના પ્રકાશમાં પ્રવાસનમાં સુધારો લાવવા માટેના નવતર વિચારો પર કામ કરવા કહ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ખૂબ જ મોટી સંભાવનાઓ ધરાવતા સ્થાનિક ઉત્પાદનો જેમ કે, હસ્તકળાની ચીજો, વસ્ત્રો અને આદિવાસી કળાની ચીજો વગેરે પર કામ કરવા કહ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને આ પ્રદેશમાં રહેલા ખનીજો અને અન્ય સંસાધનોના વિપુલ ભંડારોના બહેતર વ્યવસ્થાપનની દિશામાં કામ કરવા માટે પણ અનુરોધ કર્યો હતો કારણ કે આનાથી આત્મનિર્ભર ભારત અભિયાનમાં ઘણું યોગદાન મળી શકશે.
ભારતમાં સતત ઘટ્યું કોરોનાનું સંક્રમણ, 179 દિવસ બાદ સક્રિય કેસની સંખ્યા માત્ર આટલી
તેમણે કહ્યું હતું કે, IIMના વિદ્યાર્થીઓ સ્થાનિક વસ્તુઓને વૈશ્વિક બનાવવા માટે નવતર ઉકેલો શોધવા પડશે કારણ કે, તે આત્મનિર્ભરતા મિશન, સ્થાનિક ઉત્પાદનો અને આંતરરાષ્ટ્રીય જોડાણો વચ્ચે સેતૂની ભૂમિકા નિભાવી શકે છે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “તમામ આવિષ્કાર, એકીકૃતતા અને સમાવેશીતાના મંત્ર સાથે તમારું વ્યવસ્થાપનનું કૌશલ્ય બતાવવાનું છે.”
પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ઉમેરણ છાપકામ, બદલાતી ઉત્પાદન ટેકનિલોજી, લોજિસ્ટિક્સ અને પૂરવઠા શ્રૃંખલાના વ્યવસ્થાપન જેવી નવી ટેકનોલોજીઓને કારણે વ્યવસ્થાપન સમક્ષ રહેલા નવા પડકારો વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ડિજિટલ કનેક્ટિવિટી સાથે આ ટેકનોલોજીઓ અને વર્ક ફ્રોમ એનીવેર (ગમે ત્યાંથી કામ)ની પરિકલ્પનાએ આખી દુનિયાને વૈશ્વિક ગામડાંમાં પરિવર્તિત કરી દીધી છે. ભારતે તાજેતરના મહિનાઓમાં ઝડપથી આ પરિવર્તનોને હાથ ધર્યા છે અને આ પરિવર્તનો સાથે માત્ર કદમતાલ નથી મિલાવ્યા બલ્કે તેનાથી આગળ વધવાનો અને આધુનિક બનવાનો પણ પ્રયાસ કર્યો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બદલાતી કાર્યશૈલી પ્રબંધનના કૌશલ્યનોની માંગ પર અસર કરી રહી છે અને ટોપ-ડાઉન અથવા ટોપ-હેવી પ્રબંધન કૌશલ્યોનું સ્થાન સહકારપૂર્ણ, આવિષ્કારી અને પરિવર્તનકારી પ્રબંધન લઇ રહ્યું છે. હાલના પરિદૃશ્યમાં બોટ્સ અને અલગોરિધમ સાથે માનવીય વ્યવસ્થાપન જેટલું જ મહત્વ ટેકનોલોજીકલ વ્યવસ્થાપનનું પણ છે.
મોદીએ વિદ્યાર્થીઓને ભારતમાં જે પ્રકારે ખૂબ જ મોટાપાયે નવાચાર અને સહયોગ સાથે જે પ્રકારે કોવિડ કટોકટીનું સંચાલન કરવામાં આવ્યું તે રીતો પર સંશોધન કરવા કહ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને આટલા ટૂંકા સમયમાં જ કેવી રીતે ક્ષમતા અને સામર્થ્યનું વિસ્તરણ કરવામાં આવ્યું તે અંગે અભ્યાસ કરવા માટે કહ્યું હતું. દેશ અત્યારે સમસ્યાના ઉકેલના ટૂંકાગાળાના અભિગમમાંથી બહાર આવી રહ્યો છે અને કેવી રીતે હવે લાંબાગાળાના ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે તે અંગે, તેમણે ખૂશી વ્યક્ત કરી હતી.
તેમણે જન ધન ખાતા અને કેવી રીતે દેશમાં 2014માં LPG જોડાણોનું નેટવર્ક માત્ર 55 ટકા હતું તેને વધારીને આજના સમયમાં 98 ટકા સુધી લાવવામાં આવ્યું તેના ઉદાહરણો આપીને, મોટાપાયે નવાચાર, આયોજન અને અમલીકરણ અંગેના પોતાના દ્રષ્ટિકોણને સમજાવ્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “વ્યવસ્થાપન મતલબ માત્ર મોટી કંપનીઓનું સંચાલન કરવું એવું નથી પરંતુ લોકોના જીવનની સંભાળ લેવી તેને પણ વ્યવસ્થાપન કહેવામાં આવે છે.”
પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, સારા વ્યવસ્થાપક બનવા માટે દેશની સમક્ષ રહેલા પડકારોને સમજવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યાપક અવકાશ હોય અને માત્ર તેઓ તજજ્ઞતા પર કેન્દ્રિત ના રહે તે ખૂબ જ આવશ્યક છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બોર્ડ આધારિત, બહુ શાખીય અને સર્વાંગી અભિગમ પર ભાર મૂકે છે જેથી સમયની સાથે ઉભરી રહેલા વ્યાવસાયિક શિક્ષણના માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર કરી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube