નવી દિલ્હી: એવા સમયમાં કે જ્યારે દેશમાં કોરોના વાયરસના સંક્રમણને ટેસ્ટ કરવા માટે ભારે સંખ્યામાં જરૂરિયાત છે અને ચીન જેવા દેશો પાસેથી જે કિટ આવી છે તેમની મોટાભાગની ક્વોલિટી ખુબ જ ખરાબ નીકળી રહી છે. હવે આવા મુશ્કેલ સમયમાં ભારતીય વૈજ્ઞાનિકોએ એક કમાલ કરી દેખાડ્યો છે. આઈઆઈટી દિલ્હીએ rt-pcr કિટ બનાવીને તૈયાર કરી નાખી છે. જેને આઈસીએમઆરએ તપાસ બાદ લીલી ઝંડી પણ આપી દીધી છે. હવે આ કિટથી દેશભરમાં કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કિટ જલદી બજારમાં ઉપલબ્ધ થશે. IIT દિલ્હીની બે કંપનીઓ સાથે સાથે આ અંગે વાતચીત ચાલી રહી છે. બજારમાં આવ્યા બાદ સસ્તા અને યોગ્ય રીતે કોરોનાની તપાસ થઈ શકશે. IIT દિલ્હીના કુસુમા સ્કૂલ ઓફ બોયોલોજિકલ સાયન્સના રિસર્ચર્સે કોવિડ 19ની તપાસ માટે જે કિટ તૈયાર કરી છે તેને ICMRએ પોતાની મંજૂરી આપી દીધી છે. 


IIT દિલ્હી પહેલી એવી શૈક્ષણિક સંસ્થા બની છે જેને RT-PCR આધારિત કિટ માટે ICMRની મંજૂરી મળી છે. અત્રે જણાવવાનું કે દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસના કારણે સરકારની ચિંતા વધી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ કોરોના સંક્રમિતોની સંખ્યા 23 હજારને પાર થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 718 થયો છે. જો કે રાહતના સમાચાર એ છે કે 4749 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1684 કેસ જોવા મળ્યા છે. જ્યારે 37 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે. 


આ બાજુ દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2248 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1953 લોકોના સેમ્પલ લેવાયા હતાં જેમાંથી 128 કોરોના પોઝિટિવ નીકળ્યાં. દિલ્હીના જહાંગીરપુરીમાં એક જ ગલીના 46 લોકો કોરોના પોઝિટિવ નીકળ્યાં. તપાસ રિપોર્ટ આવ્યાં બાદ એચ બ્લોકની ગલીને સીલ કરી દેવાઈ છે. દિલ્હીમાં કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા વધીને 92 થઈ છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube