નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીથી દેશના દરેક લોકો પરેશાન હતા. કોરોનાની બીજી લહેરે દેશમાં મોટી મુશ્કેલી ઉભી કરી હતી. તો હવે એકવાર ફરી કોરોનાની ત્રીજી લહેર આવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કોરોનાની ત્રીજી લહેરને લઈને આઈઆઈટી કાનપુરે લોકોને પહેલાથી ચેતવી દીધા છે. આઈઆઈટી કાનપુરના પ્રોફેસર રાજેશ રંજન અને મહેન્દ્ર વર્મા દ્વારા પોતાની ટીમની સાથે કરાવવામાં આવેલા અભ્યાસમાં આ વાતનો દાવો કર્યો છે કે કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બર-ઓક્ટોબરની આસપાસ આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની ત્રીજી લહેરનું અનુમાન વ્યક્ત કરતા આ બન્ને પ્રોફેસરોએ કહ્યુ કે, તેને લઈને લોકોની વચ્ચે ચિંતાનો માહોલ છે. તે માટે એસઆીઆર મોડલનો ઉપયોગ કરી, અમે બીજી લહેરની મહામારી માપદંડોનો ઉપયોગ કરી સંભવિત ત્રીજી લહેરના પરિદ્રશ્યોનું નિર્માણ કર્યું છે. તેમણે કહ્યું કે, અમે જાણીએ છીએ કે 15 જુલાઈથી સંપૂર્ણ રીતે લૉકડાઉન હટી જશે. ઓક્ટોબરમાં આવનારી ત્રીજી લહેર બીજીની તુલનામાં ઓછી હશે. 


મહત્વનું છે કે પ્રોફેસર રાજેશ રંજન અને મહેન્દ્ર વર્માએ આઈઆઈટી કાનપુરમાં પોતાની ટીમની સાથે covid19-forecast.org પર ભારતમાં આવનારા કોરોના સંકટનું પૂર્વાનુમાન જણાવે છે. આઈઆઈટી કાનપુર ટીમના અનુમાન અનુસાર, કેટલાક પૂર્વોત્તર રાજ્યો (મિઝોરમ, મણિપુર, સિક્કિમ વગેરે) ને છોડીને લગભગ દરેક રાજ્યમાં બીજી લહેર ખુબ ઓછી થઈ ગઈ છે. 


આ પણ વાંચોઃ નવી ગાઇડલાઇનના પ્રથમ દિવસે વેક્સિનેશનનો મોટો રેકોર્ડ, PM બોલ્યા- Well done India  


અભ્યાસમાં કહેવામાં આવ્યું કે કોરોનાનો સકારાત્મકતા દર 5 ટકાથી ઓછો છે પરંતુ કેરલ, ગોવા, સિક્કિમ અને મેઘાલયમાં હજુ પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે. ભારતમાં એવરેજ દૈનિક મામલાની સંખ્યામાં ઘટાડો થયો છે. 19 જૂન સુધી આ લગભગ 4 લાખના શિખરની તુલનામાં 63000 છે. મોટાભાગના રાજ્યોમાં દૈનિક ટેસ્ટ પોઝિટિવિટી રેટ (TPR) ડબ્લ્યૂએચઓ દ્વારા આગ્રહણીય સ્તર (5 ટકા) થી ઓછો છે. પરંતુ કેરલ, ગોવા, સિક્કિમ, મેઘાલયમાં ઉચ્ચ દૈનિક ટીપીઆર 10 ટકાથી વધુ છે. 


અધ્યયન અનુસાર, ભારતનો દૈનિક કેસ મૃત્યુદર (સીએફઆર) તાજેતરમાં વધીને 3.5 ટકા થયો છે, પરંતુ બીજી તરંગનો સંચિત સીએફઆર પ્રથમ તરંગની બરાબર છે.અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાનના મોડલમાં રસીકરણ સામેલ નથી, જેથી આવનારી લહેરમાં ખુબ કમી આવવી જોઈએ. તેમણે કહ્યું કે રસીકરણની સાથે સંશોધિત મોડલ અને તેના પર હાલના આંકડાની સાથે વધુ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube