નવી દિલ્હી : ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઇએમએ) દ્વારા રવિવારે કહેવામાં આવ્યું કે, પશ્ચિમ બંગાળમાં હાલમાં જ ડોક્ટર્સ પર હુમલાનાં વિરોધમાં 17 જુને સમગ્ર દેશમાં બિન જરૂરી સ્વાસ્થય સેવાઓને રદ્દ કરવાની સાથે જ તેઓ પોતાની હડતાળની દિશામાં આગળ વધશે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધને એક દિવસ પહેલા રાજ્યોને ડોક્ટર અને મેડિકલ પ્રોફેશનલ્સને કોઇ પણ પ્રકારની હિંસાથી સુરક્ષા માટે વિશેષ કાયદો લાગુ કરવા અંગે વિચાર કરવા માટે જણાવ્યું હતું ત્યાર બાદ આઇએમએની આ જાહેરાત સામે આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આસિયા અંદ્રાબીની કબુલાત, વિદેશમાંથી નાણા લઇને ખીણમાં કરાવતી પ્રદર્શન
ટોપ મેડિકલ સંસ્થાએ ડોક્ટર્સ અને સ્વાસ્થય કર્મચારીઓ પર તથા હોસ્પિટલમાં આ પ્રકારની હિંસાને પહોંચી વળવા માટે વ્યાપક કેન્દ્રીય કાયદાની માંગ કરી. IMA ના નિવેદન અનુસાર હિંસાનાં દોષીતો માટે કડક દંડનાં પ્રવાધનને કેન્દ્રીય કાયદામાં સમાવેશ કરવો અને ભારતીય દંડ સંહિતાના પ્રવાધાનને ેકન્દ્રીય કાયદામાં સમાવેશ કરવામાં આવવો જોઇએ અને ભારતીય દંડ સંહિતા તથા ગુનાહિત દંડ પ્રક્રિયા સંહિતા (સીઆરપીસી)ણાં પુરતા સંશોઘન થવું જોઇએ. નિવેદન અનુસાર આઉટડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ (ઓપીડી) સેવા સહિત બિન જરૂરી સેવાઓ સોમવારે સવારે છ વાગ્યાથી મંગળવારે સવારે 6 વાગ્યા સુધી 24 કલાક માટે બંધ રહેશે.


પશ્ચિમ બંગાળ: હડતાળી ડોક્ટર વાતચીત માટે તૈયાર, કહ્યું મીડિયા સામે થાય ચર્ચા
ભારત પહોંચ્યુ મહા કોમ્પ્યુટર, તેની ખુબીઓ જાણીને કહેશો 'બાપ રે બાપ'
આ દરમિયાન ઇમરજન્સી આકસ્મિક સેવાઓ ચાલુ રહેશે. જેણે 17 જુને બિન જરૂરી સ્વાસ્થય સેવાઓને રદ્દ કરવાની સાથે દેશવ્યાપી હડતાળનું આહ્વાન કર્યું છે. આઇએમએ તથા દિલ્હી મેડિકલ એસોસિએશન (DMA) ના પ્રતિનિધિઓએ શનિવારે વર્ધન સાથે વાત કરી હતી.