પશ્ચિમ બંગાળ: હડતાળી ડોક્ટર વાતચીત માટે તૈયાર, કહ્યું મીડિયા સામે થાય ચર્ચા

પશ્ચિમ બંગાળમાં હડતાળ કરી રહેલા જુનિયર ડોક્ટર્સે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત માટે સંમતી વ્યક્ત કરી

પશ્ચિમ બંગાળ: હડતાળી ડોક્ટર વાતચીત માટે તૈયાર, કહ્યું મીડિયા સામે થાય ચર્ચા

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં હડતાળ કરી રહેલા જુનિયર ડોક્ટરોએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત માટે સંમતી વ્યક્ત કરી. જો કે તેના માટે તેમણે શરત લગાવી છે. ડોક્ટર્સનું કહેવું છે કે વાતચીત મીડિયા સામે જ થાય. આજે હડતાળનો છઠ્ઠો દિવસ છે. બેઠક સ્થળ મુદ્દે પણ નિર્ણય હજી સુધી થઇ શક્યો નથી. આ અગાઉ હડતાળરત ડોક્ટર તે વાત પર અડેલા હતા કે મુખ્યમંત્રી મમતા બેનર્જીનેવાતચીત માટે એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ આવવું જોઇએ. 

ભારત પહોંચ્યુ મહા કોમ્પ્યુટર, તેની ખુબીઓ જાણીને કહેશો 'બાપ રે બાપ'
શનિવારે એક આંતરિક બેઠક બાદ ડોક્ટરે પોતાનાં વલણમાં નરમીનો સંકેત આપ્યો અને કહ્યું કે, તેઓ કોઇ પણ પ્રકારની વાતચીત માટે તૈયાર છે, પરંતુ બેઠક સ્થળની પસંદગી બાદ કરવામાં આવશે. તે અગાઉ ડોક્ટરોએ રાજ્ય સચિવાલયમાં બેઠકના મુખ્યમંત્રીનું આમંત્રણ ફગાવી દીધું હતું. 

કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સ્વીકાર્યું, પાર્ટીમાં 'મોટી સર્જરી' કરવાની જરૂર 
જુનિયર ડોક્ટરોના સંયુક્ત ફોરમના એક પ્રવક્તાએ પત્રકારોને કહ્યું કે, અમે આજે સંચાલન એકમની બેઠક દરમિયાન આગામી પગલા અંગે નિર્ણય લેશે. અમે કોઇ પણ પ્રકારની વાર્તા માટે તૈયાર છે. બેઠક બાદ આયોજન સ્થળ પર નિર્ણય ઝડપથી કરવામાં આવશે. 

સર્વદળીય બેઠકમાં બોલ્યા ગુલામ નબી, વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન
ડોક્ટર્સની હડતાળથી દર્દીઓ બેહાલ
ચિકિત્સકોની હડતાળને છ દિવસ થઇ ગયા છે જેના કારણે સ્વાસ્થય અને સેવાઓ આશંક રીતે બાધિત રહ્યા અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલમાં સન્નાટો પ્રસરી રહ્યો છે. રવિવારે રજા હોવાનાં કારણે બાહ્ય રોગી વિભાગ બંધ રહ્યું અને હોસ્પિટલની બહાર અથવા ઇમરજન્સી વાડરેમાં જનારા રોગીઓની સંખ્યા પણ ઓછી હતી. જો કે ઇમરજન્સી સેવાઓ સામાન્ય રીતે કાર્ય કરતા જોવા મળ્યા. હોસ્પિટલનાં હડતાળી ડોક્ટર વિરોધ પ્રદર્શનોને કેન્દ્ર એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આયોજીત થનારા એક જનરલ બોરડી મીટિંગની પ્રતીક્ષા કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news