અમદાવાદ : મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિ્યા બંધ કરી તેની જગ્યાએ નેશનલ મેડિકલ કમિશન બનાવવાની ભારત સરકારની હિલચાલ સામે ઇન્ડિયન મેડિકલ અસોશિયેશને રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડી હતી. ડોક્ટરોની આ હડતાલના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. હવે મોદી સરકાર ડોકટરોનો અવાજ સાંભળી મેડિકલ કમિશન બિલ સ્ટેન્ડિંગ કમિટીમાં મુકશે અને ત્યાં તમામ બાબતોની સમીક્ષા કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેશનલ મેડિકલ કમિશન બનાવવાના સરકારના નવા પ્રસ્તાવનો વિરોધ વ્યક્ત કરવા માટે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)ના દેશભરમાંથી લગભગ 3 લાખ જેટલા ડોક્ટરો આજે હડતાળ પર ઉતર્યા હતા. મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (એમસીઆઈ)એ સોમવારે જાહેરાત કરી હતી કે 2 જાન્યુઆરીના રોજ દેશભરના લગભગ તમામ સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં ડોક્ટરો સેવા આપશે નહીં. આઈએમએ તરફથી 12 કલાક સુધી રોજબરોજની ચિકિત્સા સેવાઓ બંધ રાખવાના આહ્વાનને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ કેન્દ્રીય સરકારી હોસ્પિટલોને સ્વાસ્થ્ય સેવાઓ અને ઈમરજન્સી સેવાઓ સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું. 


ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલને નેશનલ મેડિકલ કમીશન બિલ 2017ની જોગવાઈઓ સામે વાંધો છે. નવા બિલ મુજબ અત્યાર સુધી મેડિકલ કોલેજોમાં 15 ટકા સીટોની ફી મેનેજમેન્ટ નક્કી કરતી હતી. હવે નવા બિલ મુજબ મેનેજમેન્ટને 60 ટકા સીટોની ફી નક્કી કરવાનો હક રહેશે. આ અગાઉ 130 સભ્યો રહેતા હતાં અને દરેક રાજ્યના ત્રણ પ્રતિનિધિઓ હતાં. નવા બિલ મુજબ કુલ 25 સભ્યો હશે જેમાં 36 રાજ્યોમાં માત્ર 5 પ્રતિનિધિઓ રહેશે.