દુબઇ: વિશ્વમાં લોકોને ઘણી બધી જ ખબર હોય છે પરંતુ માત્ર મોત એક એવું સત્ય છે જેની માહિતી કોઇને નથી હોતી. આ કોઇ કહી શકે તેમ નથી કે કોણ ક્યારે આ વિશ્વને અલવિદા કહી દેશે. એવું જ થયું કે સઉદી અરબિયાનાં મારાકેચમાં જ્યાં મસ્જિદમાં એક ઇમામ આવ્યા તો હતા એક વ્યક્તિની મોત બાદ તેનાં જનાજેની તૈયારી કરાવવા માટે પરંતુ અંતિમ સંસ્કાર પહેલા જ જ્યારે તેઓ મૃતકને ઉઠીને બેઠો થતા ઇમામનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસમાં પ્રિયંકાને અધ્યક્ષ બનાવવા પ્રબળ સુર, થરૂર બાદ કેપ્ટને પણ કરી માંગ
લાઇફ ઇન સાઉદી અરેબિયા ન્યૂઝનાં અનુસાર મોરોકેચનાં એક શહેરમાં સારવાર દરમિયાન હોસ્પિટલનાં ડોક્ટરે એક વ્યક્તિને મૃત જાહેર કરી દીધો હતો. જો કે તે જીવતો હતો પરંતુ તેના શ્વાસ લેવાની ઝડપ એટલી ધીમી થઇ ચુકી હતી કે ડોક્ટર્સને લાગ્યું કે તે મરી ચુક્યો છે. એટલે સુધી કે ડોક્ટરે તેનું ડેથ સર્ટિફિકેટ પણ આપી દીધું હતું. પરિવારજનોએ તે મુસ્લિમ વ્યક્તિનાં જનાજેની તૈયારીઓ ચાલુ કરી દીધી. તેના માટે મસ્જિદમાંથી ઇમામને બોલાવવામાં આવ્યા. ઇમામે જનાજાને નમાજ પઢાવવાની તૈયારી ચાલુ કરી દીધી. પરંતુ આ દરમિયાન જનાજા પર રહેલ વ્યક્તિ અચાનક બેઠો થઇ ગયો. 


કાર્યકાળ પુર્ણ થાય એટલે નેતાઓએ તરત ખાલી કરવા પડશે બંગલા: MODI સરકાર લાવશે બિલ
રશિયા સાથે R-27 અંગે 1500 કરોડની ડીલ, આવી છે મિસાઇલની ખાસિયતો
આ જોઇને ઇમામ એટલા બધા ગભરાઇ ગયા કે તેમને હાર્ટ એટેક આવી ગયો અને તેઓ ત્યાં જ જનાજાની બાજુમાં જ પડી ગયા. લોકો તેમને લઇનો હોસ્પિટલ પહોંચ્યા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને પગલે ત્યાં હાજર લોકો પણ આશ્ચર્ય ચકિત થઇ ચુક્યા છે. હવે આ સમાચાર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે. લોકો આ ઇમામનાં મોતને અલ્લાહની ઇચ્છા ગણાવી રહ્યા છે.