Gujarat Weather Update: દેશની રાજધાની દિલ્હી અને મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી એક સાથે થઈ છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ દિલ્હીમાં ચોમાસુ પોતાના નિર્ધારિત સમય કરતા બે દિવસ પહેલા પહોંચી ગયું જ્યારે મુંબઈમાં તે બે અઠવાડિયા મોડું પહોંચ્યુ. કેરળમાં એક અઠવાડિયું ચોમાસું મોડું બેઠું. ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને દિલ્હીના સમય કરતા બે દિવસ પહેલા પહોંચી ગયું. આ અગાઉ દિલ્હી અને મુંબઈમાં એક સાથે ચોમાસુ 21 જૂન 1961માં બેઠું હતું. જાણો હવામાન વિભાગે આગામી કેટલાક સમય માટે વરસાદ અંગે શું આગાહી કરેલી છે. ગુજરાતમાં પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરાઈ છે, જાણો ક્યાં ક્યાં પડી શકે છે ભારે વરસાદ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈએમડીના મહાનિદેશક ડો. મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું હાલ સક્રિય છે. મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, અને હરિયાણા, ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુના કેટલાક ભાગોમાં ચોમાસું બેસી ગયું છે. બિપરજોયના કારણે ચોમાસાની ગતિ થોડી ધીમી થઈ ગઈ હતી પરંતુ હવે તે ઝડપથી આગળ વધી રહ્યું છે. 


48 કલાક ભારે
હવામાન વિભાગની લેટેસ્ટ એલર્ટ મુજબ મુંબઈ અને મધ્ય મહારાષ્ટ્ર સહિત કાંઠા વિસ્તારોમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં બનેલા હળવા દબાણને કારણે ગુજરાતના કચ્છ ઉપર ચક્રવાતી પરિસંચરણ અને મહારાષ્ટ્રથી કર્ણાટકના કાંઠા વિસ્તારો સુધી એક સક્રિય ટ્રફ ફેલાયેલી છે. જેના કારણે આગામી 48 કલાકમાં કોંકણ સહિત સમગ્ર વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અધિકારીએ કહ્યું કે લાંબા ગેપ બાદ દક્ષિણ પશ્ચિમમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે જે ઘણા રાજ્યોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. 


દિલ્હીમાં વહેલું પહોંચ્યું ચોમાસું
દિલ્હીમાં નિર્ધારિત સમય કરતા વહેલું ચોમાસું પહોંચ્યું. હવામાન ખાતાએ કહ્યું કે  દિલ્હીના સમય કરતા બે દિવસ પહેલા પહોંચી ગયું. આ અગાઉ દિલ્હી અને મુંબઈમાં એક સાથે ચોમાસુ 21 જૂન 1961માં બેઠું હતું. દિલ્હી માટે સોમવારે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. બુધવારે અને ગુરુવાર માટે યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. 


મુંબઈમાં જનજીવન અસ્તવ્યસ્ત
અધિકારીઓએ કહ્યું કે મુંબઈ અને તેના પરા વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો. જેના કારણે અનેક જગ્યાએ પાણી ભાયા. કેટલાક રસ્તાઓ પર ટ્રાફિકને અસર થઈ. પીટીઆઈના એક રિપોર્ટમાં કહેવાયું ચે કે મલાડ અને અંધેરી જેવા વિસ્તારોમાં પાણી ભરાવાથી ટ્રાફિક જામ થયો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બીએમસીના અધિકારીઓને વરસાદ દરમિયાન પાણી  ભરાવવાથી વાહનોની અવરજવરમાં થતા વિક્ષેપથી બચવા માટે ઉપાય કરવાના આદેશ આપ્યા છે. 


હિમાચલમાં પૂરનું અલર્ટ
હિમાચલ પ્રદેશમાં રસ્તાઓ ખોરવાયા, વાહનોને નુકસાન પહોંચ્યું અને ભૂસ્ખલન થયું. પહાડી રાજ્યના મંડી, કાંગડા અને સોલન જિલ્લાઓમાં અચાનક પૂર આવે તેવી શક્યતા છે. હવામાન વિભાગે એક ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં 25 અને 26 જૂનના રોજ અલગ અલગ સ્થળો પર ભારે વરસાદ, તોફાન અને વીજળી પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 27 અને 28ના રોજ આંધી તોફાનની શક્યતાવાળું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે. આગામી 5 દિવસ સુધી વરસાદનું એલર્ટ અપાયું છે. 


ગુજરાત માટે પાંચ દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસું બેસી ગયાની હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ છે. કેન્દ્રીય હવામાન વિભાગ બાદ ગુજરાત હવામાન વિભાગે આ જાહેરાત કરી છે. ચોમાસાના વિધિવત આગમન બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ રહેશે. ચોમાસુ હાલ વેરાવળ અને ભાવનગર થી આણંદ લાઇન તરફ આગળ વધી રહ્યું છે. ચોમાસુ રાજ્યમાં આગામી સમયમાં વધુ પ્રોગ્રેસ કરશે. જે અંતર્ગત ચાર દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ રહેશે. ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ભારે થી અતિભારે વરસાદ રહેશે. 


ગુજરાતના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી છે. આજે વડોદરા, છોટા ઉદેપુર, વલસાડ, દમણ, દાદરા નગરહવેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. તો આગામી પાંચ દિવસ ક્યા વરસાદ રહેશે તે જોઈએ. 


26 જૂન- વડોદરા, છોટા ઉદેપુર, વલસાડ, દમણ, દાદર નગર હવેલી, ગીર સોમનાથ
27. જૂન- સુરત, ભરૂચ, ગીર સોમનાથ
28 જૂન- વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર
29 જૂન- સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર
30 જૂન- વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube