Monsoon Kerala 2024 start date, Southwest Monsoon in India: ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમીના કારણે લોકોની હાલત ખરાબ છે હીટવેવના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. અનેક શહેરોમાં પારો 50 ડિગ્રી સેલ્સિયસ સુધી  પહોંચી રહ્યો છે. પરંતુ આ બધા વચ્ચે એક સારા સમાચાર મળ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 24 કલાકની અંદર જ કેરળના કાંઠે મોનસૂન ટકરાશે. તેના કારણે થોડા દિવસોમાં દક્ષિણ ભારતીય રાજ્યોમાં રાહત મળવા લાગશે અને પછી આગામી કેટલાક સપ્તાહની અંદર મધ્ય અને ઉત્તર ભારતને પણ કાળઝાળ ગરમીથી રાહત મળી શકશે. બુધવારે હવામાન વિભાગે જણાવ્યું કે કેરળ તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે. જે અત્યાર સુધી માલદીવની આજુબાજુ હતું. કેરળ બાદ ચોમાસું ઉત્તર પૂર્વી રાજ્યો તરફ આગળ વધશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગે લૂના થપેડા ઝેલી રહેલા ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યો માટે પણ રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે 30 મેથી લૂની અસર થોડી ઓછી થવા લાગશે. અનુમાન છે કે ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, અસમ અને મેઘાલયમાં વરસાદ પડશે. આ ઉપરાંત સિક્કિમ અને બંગાળમાં પણ હવામાન પલટાશે. ગુરુવારથી આ રાજ્યોમાં હવામાનમાં પલટો થવાનું શરૂ થઈ જશે અને આગામી 5 દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube