ભુવનેશ્વર: ભારતીય હવામાન વિભાગ (IMD) ના 26 મેના યાસ વાવાઝોડા (Cyclone ‘Yaas’) ના ઓડિશા-પશ્વિમ બંગાળના તટીય જિલ્લાઓને સતર્ક કરી દીધા છે. રાજ્ય સરકારની આશંકાઓને વ્યક્ત કરતાં ઓડિશા સરકાર (Odisha Government) એ 30 માહિતી 14 જિલ્લાઓને સતર્ક કરી દીધા છે. રાજ્ય સરકરે શુક્રવારે ભારતીય નેવી (Navy) ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) ને સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાનો આગ્રહ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંશય યથાવત: મુખ્ય સચિવ
ઓડિશાના મુખ્ય સચિવ એસસી મોહપાત્રાએ વરિષ્ઠ અધિકારીઓને સાથે બેઠક બાદ કહ્યું કે જો ચક્રવાત 'યાસ' (Cyclone ‘Yaas’) નો રાજ્ય પર કોઇ પ્રભાવ પડે છે તો રાજ્ય સરકારે કોઇપણ સ્થિતિનો સામનો કરવા માટે કમર કસી લીધી છે. તેમણે કહ્યું કે જોકે અત્યાર સુધી હવામાન વિભાગએ વાવાઝોડાના સંભવિત, માર્ગ, તેની ગતિ, કિનારે ટકરાવવાનું સ્થાન વગેરે વિશે જાણકારી આપી નથી, તેમછતાં પણ સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. 

Rajkot: સ્પામાં ચાલી રહેલી દારૂની મહેફિલમાં બોલાચાલી બાદ થઇ બબાલ, યુવતી સહિત 2 ઇજાગ્રસ્ત


હવામાન વિભાગનું પૂર્વાનુમાન
હવામાન વિભાગે કહ્યું હતું કે 22 મેના રોજ બંગાળની ખાડીના પૂર્વી મધ્ય ભાગમાં એક ઓછા દબાણનું ક્ષેત્ર બનશે જે વાવાઝોડામાં બદલાઇ શકે છે અને 26 મેના ઓડિશા-પશ્વિમ બંગાળના તટ સાથે ટકરાઇ શકે છે. વિભાગના લોકોએ સમુદ્રના તટોથી દૂર રહેવાની સલાહ આપતાં માછીમારોને તાત્કાલિક પરત ફરવાની અપીલ કરી છે.


વિભાગના સાઇક્લોન એલર્ટ બ્રાંચએ જાણકારી આપી છે કે તેના આગામી 72 કલાકમાં ધીમે ધીમે ચક્રવાતી વાવાઝોડામાં બદલાવવાની પુરી સંભાવના ઓડિશા અને પશ્વિમ દિશા તરફ વધવાની સાથે 26 મેની સાંજની આસપાસ પશ્વિમ બંગાળ-ઓડિશાના તટ સુધી પહોંચી શકે છે. ઓડિશા અને પશ્વિમ બંગાળમાં આ વાવાઝોડાની અસર હોવા ઉપરાંત અંડમાન નિકોબાર દ્વીપસમૂહ તથા પૂર્વી તટ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે અને પૂરની સ્થિતિ પેદા થઇ શકે છે.  

દેશમાં પ્રથમ કેસ: સુરતમાં યુવકના મગજમાં ડિટેક્ટ થયો Mucormycosis, જેને પણ સાંભળ્યું તે ડરી ગયું


કેંન્દ્ર સરકારની તૈયારી
કેંદ્ર સરકારે ઓડિશા, પશ્વિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને અંડમાન નિકોરબાર દ્વીપસમૂહ સાથે એ સુનિશ્વિત કરવા માટે કહ્યું કે સ્વાસ્થ્ય કેંદ્રો પર જરૂરી દવાઓ તથા સંસાધનોનો ભંડાર રાખવામાં આવે જેથી યાસ વાવાઝોડા દરમિયાન કોઇપણ પ્રકારની ઇમરજન્સીની સ્થિતિનો સામનો કરી શકાય. 


(એજન્સી ઇનપુટ) 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube