દેશમાં પ્રથમ કેસ: સુરતમાં યુવકના મગજમાં ડિટેક્ટ થયો Mucormycosis, જેને પણ સાંભળ્યું તે ડરી ગયું

કોરોના (Coronavirus) બાદ દેશમાં જો કોઇ એક બિમારીની વાત સૌથી વધુ થઇ રહી હોય તો તે છે બ્લેક ફંગસ (Black fungus) (મ્યૂકરમાઇકોસિસ). જી હાં ફંગસ (fungus) નું તે રૂપ જે જીવલેણ બની ચૂક્યું છે.

દેશમાં પ્રથમ કેસ: સુરતમાં યુવકના મગજમાં ડિટેક્ટ થયો Mucormycosis, જેને પણ સાંભળ્યું તે ડરી ગયું

ચેતન પટેલ, સુરત: કોરોના (Coronavirus) બાદ દેશમાં જો કોઇ એક બિમારીની વાત સૌથી વધુ થઇ રહી હોય તો તે છે બ્લેક ફંગસ (Black fungus) (મ્યૂકરમાઇકોસિસ). જી હાં ફંગસ (fungus) નું તે રૂપ જે જીવલેણ બની ચૂક્યું છે. આ બિમારીને લઇને લોકોમાં ડરનો માહોલ છે. આ દરમિયાન ગુજરાત (Gujarat) ના સુરત (Surat) માં બ્લેક ફંગસનો એક નવો કેસ સામે આવ્યો છે. જેમાં ફંગસ (fungus) દર્દીના મગજ સુધી પહોંચી ગઇ. બ્લેક ફંગસ સાથે જોડાય્લો આ પ્રકારનો દેશમાં આ પ્રથમ કેસ છે. 

જાણકારી અનુસાર સુરતમાં એક 23 વર્ષીય યુવકના મગમાં બ્લેક ફંગસ (Black fungus) નું ઇંફેક્શન જોવા મળ્યું. ડોક્ટરોનું કહેવું છે કે દર્દીના મગજમાં આ ઇંફેક્શનની ખબર પડી. બિમારીની જાણ થયા બાદ ડોક્ટરોએ દર્દીની સર્જરી કરી પરંતુ તેને બચાવી શક્યા નહી. સર્જરીના ચોથા દિવસે દર્દીનું મોત નિપજ્યું. 
 

ડોક્ટરો પણ હૈરાન
આ કેસએ ડોક્ટરો (Doctor) ને પણ આશ્વર્યમાં મુકી દીધા છે. ડોક્ટરોનું કહેવું છે કે 23 વર્ષીય યુવક સાયનસના બદલે સીધી મગજમાં ફંગસની અસર જોવા મળી. ડોક્ટરોએ પણ આ દાવો કર્યો છે કે દેશમાં આ પ્રથમ કેસ છે જેમાં બ્લેક ફંગસ દર્દીઓના મગજમાં જોવા મળી. 

બ્લેક ફંગસને લઇને હરકતમાં સરકાર
તમને જણાવી દઇએ કે વધતા જતા બ્લેક ફંગસ (Black fungus) ના દર્દીઓના લીધે તેની સાથે સંકળાયેલી દવાની અછત જોવા મળી રહી છે. એવામાં કેંદ્ર સરકાર હરકતમાં આવી છે. સરકરે આ બિમારીનો સામનો કરવા માટે શુક્રવારે ઘણા મહત્વપૂર્ણ પગલાં ભરવાની જાહેરાત કરી. 

કેંદ્ર સરકારે દેશમાં કોરોના મહામારીની સાથે જ વધતી જતે બ્લેક ફંગસની દવા બનાવવા માટે વધુ 5 નવી કંપનીઓને લાઇસન્સ ઇશ્યૂ કર્યા છે. દેશમાં અત્યાર સુધી 5 કંપનીઓ Amphotericin B ઉત્પાદન કરી રહી હતી. તેમાં Bharat Serum and Vaccines Ltd, BDR Pharmaceuticals, Sun Pharma, Cipla, Life Care Innovation સામેલ હતી. તો આ તરફ Mylan Lab માંથી તેની દવાઓ આયાત કરવામાં આવી રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news