આગામી પાંચ દિવસ આ રાજ્યોમાં પડશે વરસાદ, ચોમાસા પર આવી ગયા ખુશીના સમાચાર
Monsoon Update: સાઉથવેસ્ટ મોનસૂનને લઈને હવામાન વિભાગે જણાવ્યું કે આજે તે સાઉથ મહારાષ્ટ્ર, તેલંગણા, દક્ષિણી છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક વિસ્તારમાં પહોંચી ગયું છે.
Rain Alert: મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ થવાનો છે. હવામાન વિભાગે ઉત્તર ભારતમાં પડી રહેલી ગરમી વચ્ચે જાણકારી આપી છે. હવામાન વિભાગે શનિવારે જણાવ્યું કે મહારાષ્ટ્ર, ઉત્તરી ઈન્ટીરિયર કર્ણાટકના વિસ્તારમાં આગામી પાંચ દિવસ વરસાદ થશે. આ સિવાય ઉત્તર ભારતમાં 6 જૂનથી હીટવેવનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. આ સિવાય પૂર્વી, પૂર્વી મધ્ય, ઉત્તર પ્રદેશ, નોર્થઈસ્ટ મધ્ય પ્રદેશમાં આગામી પાંચ દિવસ હીટવેવ ચાલશે. તો ચોમાસા પર ખુશખબર આવી છે કે તે અન્ય રાજ્યોમાં વધી ગયું છે.
શુક્રવારના હવામાનની વાત કરીએ તો દક્ષિણી ઉત્તર પ્રદેશના વિસ્તારમાં હીટવેવ ચાલ્યો. હરિયાણા, દિલ્હી, દક્ષિણ ઉત્તર પ્રદેશ, સાઉથઈસ્ટ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, સાઉથવેસ્ટ બિહાર જેવા રાજ્યોમાં તાપમાન 43-46 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું. ઉત્તર પ્રદેશનાં ઝાંસીમાં તાપમાન 45.8 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. તો સમુદ્રી કર્ણાટક, ગોવા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, ઓડિશામાં ભારે વરસાદ પડ્યો હતો.
સાઉથવેસ્ટ મોન્સૂનને લઈને હવામાન વિભાગે જણાવ્યું કે આજે તે સાઉથ મહારાષ્ટ્ર, તેલંગણા, દક્ષિણ છત્તીસગઢ અને ઓડિશા તથા સમુદ્રી આંધ્ર પ્રદેશના વિસ્તારમાં પહોંચી ગયું છે. તો આવનારા બેથી ત્રણ દિવસમાં ચોમાસું મુંબઈ સહિત મહારાષ્ટ્રના બાકીના વિસ્તાર તથા તેલંગણામાં એન્ટ્રી કરવાનું છે.
આ પણ વાંચોઃ 2029 છોડો 2027માં યોગી ઘરભેગા થઈ જશે? ભાજપ માટે ખતરાની ઘંટડી!
અન્ય રાજ્યોની વાત કરીએ તો અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સબ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં આગામી સાત દિવસ સુધી વરસાદ થઈ શકે છે. આ સિવાય કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, કર્ણાટક, કેરલ, માહે, લક્ષદ્વીપ, આંધ્ર પ્રદેશ અને યમનમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાનો છે. તો બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢમાં ચારથી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ઉત્તર ભારતના પહાડી રાજ્યોની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં 8 અને 9 જૂને હળવાથી મધ્ય વરસાદ, આંધી-તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે. તો રાજસ્થાનમાં આઠ અને નવ જૂને ધૂળભરી આંધી ચાલવાની છે.