Monsoon Update: તો સપ્ટેમ્બરમાં પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે કહ્યું કે...
Monsoon Update: ભારતમાં ચોમાસા દરમિયાન છ ટકા વધુ વરસાદ થયો છે, પરંતુ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મણિપુર, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારમાં ઓછો વરસાદ થયો છે.
નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) એ કહ્યું કે હજુ ચોમાસાની (Monsoon) જલદી વાપસી થવાની નથી. સપ્ટેમ્બરમાં હજુ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રએ ગુરૂવારે દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની જલદી વાપસીના પાછલા સપ્તાહના પૂર્વાનુમાનને નકારી દીધા અને આ મહિનામાં વધુ સમય સુધી વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું કે ભલે આપણે દક્ષિણ-પશ્ચિમ મોનસૂનના જલદી વાપસીની આશા હતી, પરંતુ પશ્ચિમ-મધ્ય અને તેની નજીક આવેલ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર એક ચક્રાવાતી સર્કુલેશન 7 સપ્ટેમ્બરની આસપાસ મોનસૂન ટ્રફને દક્ષિણ તરફ સ્થાણાંતરિત કરી દેશે. તેનાથી મધ્ય અને ઉત્તર ભારતમાં વરસાદની ગતિવિધિ વધી જશે. આ રીતે મોનસૂનની જલદી વાપસી માટે પરિસ્થિતિઓ અનુકૂળ નથી. હવામાન વિભાગ સ્થિતિ પર નજર બનાવી રાખશે. નોંધનીય છે કે 25 ઓગસ્ટે હવામાન વિભાગે 17 સપ્ટેમ્બરની સામાન્ય તારીખ પહેલા દક્ષિણ-પશ્ચિમ મોનસૂનના જલદી વાપસીની ભવિષ્યવાણી કરી હતી.
આ પણ વાંચોઃ કોચ્ચિથી પીએમ મોદીનો વિપક્ષ પર પ્રહાર, 'ભ્રષ્ટાચારીઓને બચાવવા થઈ રહ્યાં છે એક'
ચોમાસા દરમિયાન છ ટકા વધુ વરસાદ થયો
ઉલ્લેખનીય છે કે ભારતમાં આ વર્ષે ચોમાસા દરમિયાન છ ટકા વધુ વરસાદ થયો છે, પરંતુ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મણિપુર, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળના મોટા ભાગમાં ઓછો વરસાદ થયો છે. જેનાથી ખરીફ સીઝનમાં ચોથાનો પાક પ્રભાવિત થયો છે. વિભાગે કહ્યું કે સપ્ટેમ્બરના વરસાદમાં અપેક્ષિત ઉછાળ પશ્ચિમી અને દક્ષિણી ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગમાં ઓછા વરસાદની ભરપાઈ કરવામાં મદદ કરી શકે છે.
દેશના ઘણા ભાગમાં વરસાદની સંભાવના
આઈએમડીએ કહ્યું કે દેશભરમાં વરસાદ એવરેજ સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે. પૂર્વોત્તર ભારતના ઘણા ભાગ અને નોર્થવેસ્ટ ભારતના કેટલાક ભાગમાં જ્યાં સામાન્યથી ઓછા વરસાદની સંભાવના છે તેને છોડી ભારતના ઘણા ભાગમાં વધુ વરસાદની સંભાવના છે. દેશના મોટા ભાગમાં દિવસમાં સામાન્ય તાપમાન નીચું રહેવાની સંભાવના છે. તો મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભાગના કેટલાક ભાગમાં લઘુતમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube