PM Modi Kerala Visit: કોચ્ચિથી પીએમ મોદીનો વિપક્ષ પર પ્રહાર, 'ભ્રષ્ટાચારીઓને બચાવવા થઈ રહ્યાં છે એક'
PM Narendra Modi In Kerala: બે દિવસીય યાત્રા પર કેરલ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષને નિશાના પર લીધો હતો. તેમણે આજે કોચ્ચિથી કહ્યું કે, ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે દરેક પાર્ટી સાથે આવી રહી છે.
Trending Photos
કોચ્ચિઃ PM Modi Slams Opposition In Kerala: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની કેરલ યાત્રા પર છે. કોચ્ચિમાં ભાજપના કાર્યકર્તાઓએ પ્રધાનમંત્રીનું જોરદાર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ કોચ્ચિની જનતાને સંબોધિત કરતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યાં છે. તેમણે વિપક્ષ દળો પર ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે એક થવાનો આરોપ લગાવ્યો છે.
પીએમ મોદીએ કહ્યુ, 'ઝડપી વિકાસ અને યુવાઓની આકાંક્ષાઓના માર્ગમાં સૌથી મોટું વિધ્ન ભ્રષ્ટારાનું છે. મેં 15 ઓગસ્ટે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિર્ણાયક લડાઈનો સમય આવી ગયો છે, પરંતુ આપણે જોઈ રહ્યાં છીએ કે જેમ-જેમ ભ્રષ્ટાચારીઓ પર એક્શન થઈ રહ્યાં છે તે દેશની રાજનીતિમાં નવુ પોલરાઇઝેશન પણ શરૂ થઈ ગયું છે. ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે કેટલાક રાજકીય પક્ષો સામે આવી ગયા છે. સંગઠિત હોવાનો પ્રયાસ કરી રહ્યાં છે. દેશ અને કેરલના લોકોએ તેનાથી સતત સતર્ક રહેવાનું છે.'
કેમ એક થઈ રહ્યો છે વિપક્ષ?
નોંધનીય છે કે 2024 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વિપક્ષ એક થવાનો પ્રયાસ કરી રહ્યું છે. કાલે તેલંગણાના મુખ્યમંત્રી કેસીઆરે પટના પહોંચીને નીતિશ કુમાર, તેજસ્વી યાદવ સહિત મહાગઠબંધનના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. પરંત નીતિશની પીએમની ઉમેદવારીના સવાલ પર કેસીઆરે પત્રકારોને કહ્યુ કે, સમય આવશે ત્યારે નક્કી કરવામાં આવશે. તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ વિપક્ષને એક થવાનું આહ્વાન કરી ચુક્યા છે. શરદ પવાર પણ આ વાત કહી રહ્યાં છે. આ તમામ વિપક્ષી નેતાઓનો ઈરાદો કેન્દ્રમાંથી ભાજપની સરકાર હટાવવાનો છે.
કોચ્ચિમાં શું બોલ્યા પીએમ મોદી?
આ પહેલા પીએમ મોદીએ કહ્યું, મારા માટે સૌભાગ્યની વાત છે કે ઓણમના અવસર પર કેરલ આવ્યો છું. તમને બધાને ઓણમની ખુબ-ખુબ શુભેચ્ચાઓ. આઝાદીનો અમૃતકાળ, ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ પર કામ કરવાનો છે અને તેમાં કેરલના પરિશ્રમી લોકોની ખુબ મોટી ભૂમિકા છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્ર પર ચાલતા ભાજપ સરકાર મોટા સંકલ્પોને સિદ્ધિમાં બદલી રહી છે.
પીએમ મોદીએ કહ્યું, અમારી સરકાર દેશના દરેક ગરીબને પાક્કુ ઘર આપવાનું અભિયાન ચલાવી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેરલના ગરીબો માટે લગભગ 2 લાખ પાક્કા ઘર મંજૂર કરવામાં આવ્યા છે. મને ખુશી છે કે તેમાંથી 1.30 લાખ ઘરનું કામ પૂરુ થઈ ગયું છે. સ્વાસ્થ્ય સેવાઓને લઈને પીએમ મોદીએ કહ્યું, આજે કેન્દ્ર સરકાર દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ ખોલવા પર ભાર આપી રહી છે. આ અભિયાનનો મોટો ફાયદો કેરલના યુવાઓ અને અહીં નર્સિંગનો અભ્યાસ કરનારી દીકરીઓને થશે.
પીએમ મોદીએ કહ્યું કે કેરલના દરેક ગામમાં ઝડપી ઈન્ટરનેટ હોય, તે માટે તેમની સરકાર સતત કામ કરી રહી છે. તેમણે કહ્યું, કેરલની દરેક ગ્રામ પંચાયતને ઓપ્ટિકલ ફાઇબરથી જોડવામાં આવી છે. દેશમાં જ્યાં-જ્યાં રાજ્યોમાં ભાજપની સરકારો છે, ત્યાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે