શું તમારું પોતાનું મકાન છે અને તમે તેને ભાડા પર આપો છો તો આ સમાચાર જાણીને તમને ઝટકો લાગી શકે છે. કારણ કે સરકારે મકાન ભાડે આપવા સંલગ્ન નિયમમાં ફેરફાર કર્યો છે. આવામાં જો તમે પણ મકાન ભાડે આપવાનું વિચારતા હોવ તો તમારા પર કાર્યવાહી થઈ શકે છે. વાત જાણે એમ છે કે મકાન માલિક અને ભાડુઆત સંબંધિત કાયદાઓમાં ફેરફારની જાહેરાત થોડા સમય પહેલા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરતી વખતે કરી હતી. સરકારે ભાડા સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમો એવા લોકોને મુશ્કેલીમાં મૂકી શકે છે જે પોતાનું મકાન ભાડે આપે છે. હવે તેમના માટે મકાન ભાડે આપવું સરળ નહીં રહે. વાત જાણે એમ છે કે સરકાર એવા મકાન માલિકો માટે નવા નિયમ લઈને આવી છે જે ટેક્સ બચાવવાનું કામ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવો નિયમ 2025થી લાગૂ થશે
હકીકતમાં સામાન્ય બજેટમાં મોદી સરકારે મકાન ભાડે આપનારાઓ માટે મોટું અપડેટ આપ્યું છે. સરકારે મકાન માલિકો દ્વારા થઈ રહેલી ટેક્સ ચોરી પર રોક લગાવવા માટે નિયમોમાં મોટા પાયે ફેરફાર કર્યો છે. નવા નિયમો મુજબ મકાન માલિકે હવે મકાન ભાડે આપતા થતી આવકને ઈનકમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી તરીકે દેખાડવી પડશે. વાત જાણે એમ છે કે ઈનકમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીનો અર્થ એવી કમાણી સાથે છે જે કોઈ પણ વ્યક્તિએ પોતાની હોમ પ્રોપર્ટીથી થયેલી આવક પર આપવી પડશે. 


ટેક્સ સંબંધિત નિયમોમાં ફેરફાર
સરળ શબ્દોમાં સમજીએ તો હવે ભાડાની આવક પર ટેક્સ લાગશે. કેન્દ્રીય બજેટ મુજબ સરકાર આ નિયમ મકાન માલિકો માટે લઈને આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે આ નિયમ એક એપ્રિલ 2025થી લાગૂ થશે. જો કે ઈનકમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી હેઠળ મકાન માલિકોને કેટલીક છૂટ આપવાની પણ જોગવાઈ કરાઈ છે. હવે તેઓ પ્રોપર્ટીની નેટ વેલ્યૂના 30 ટકા સેવ કરી શકશે. આ ટેક્સ ડિડક્શન હેઠળ આવે છે. તેનો અર્થ એ  થયો કે સરકાર તમને અનેક પ્રકારના વ્યય પર છૂટ આપે છે.