કેન્દ્ર સરકારે નેશનલ પેન્શન સિસ્ટમમાં યોગદાન આપવા માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે છે. અત્રે જણાવવાનું કે તેને ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેરના એક ઓફિસ મેમોરેન્ડમમાં 7 ઓક્ટોબરના રોજ ઈશ્યુ કરાઈ છે. આ ડિપોર્ટમેન્ટ મિનિસ્ટ્રી ઓફ પર્સનલ, પબ્લિક ગ્રીવેન્સ એન્ડ પેન્શન હેઠળ આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ નવી NPS કન્ટ્રિબ્યુશન ગાઈડલાઈન પીરિયડ ઓફ સસ્પેન્શન, પીરિયડ ઓફ અનપેઈડ લીવ, પ્રોબેશન વગેરે માટે લાવવામાં આવી છે. NPS કન્ટ્રિબ્યુશન ગાઈડલાઈન વિશે વિસ્તૃતમાં જાણો. 


શું છે આ નવી NPS કન્ટ્રિબ્યુશન ગાઈડલાન?
- બહાર પાડવામાં આવેલી નવી ગાઈડલાઈન હાલની જોગવાઈઓને જ દોહરાવે છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કર્મચારીઓએ પોતાના પગારના 10 ટકા NPS માટે ફાળો આપવાનો રહેશે. 
- આ રકમ હંમેશા રાઉન્ડ ઓફમાં કાપવામાં આવશે. અત્રે જણાવવાનું કે સસ્પેન્શનના સમયગાળા દરમિયાન પણ કર્મચારી પોતાનું યોગદાન ચાલુ રાખવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. 
- આ સિવાય જો સસ્પેન્શન ડ્યૂટી તરીકે માનવામાં આવે તો કન્ટ્રિબ્યુશનને ફરીથી તમારા નવા પગાર પ્રમાણે ગણતરી કરવામાં આવે છે. કન્ટ્રિબ્યુશનમાં તમામ ડિસ્ક્રિપન્સી અમાઉન્ટ પર લાગનારા વ્યાજ સાથે તમારા પેન્શન ખાતામાં જમા થશે. 
- આ સાથે જ ગેરહાજર રહેનારા કે અનપેઈડ લીવ પર રહેતા કર્મચારીઓએ કન્ટ્રિબ્યુશન કરવાની જરૂર નહીં રહે. 
- આ સાથે જ જે કર્મચારીઓને બીજા વિભાગો કે અન્ય સંગઠનોમાં ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે તેમણે હજુ પણ એનપીએસમાં યોગદાન આપવું પડશે, જાણે તેમનું ટ્રાન્સફર જ ન થયું હોય. 


પ્રોબેશન પર વર્કિંગ કર્મચારીઓ માટે ગાઈડલાઈન
- અત્રે જણાવવાનું કે નવી બહાર પાડવામાં આવેલી ગાઈડલામાં જાણકારી સામે આવી છે કે પ્રોબેશન પર કામ કરતા કર્મચારીઓએ પણ એનપીએસમાં યોગદાન આપવું જરૂરી છે. 
- જો કોઈ સ્થિતિમાં અમાઉન્ટ ક્રેડિટ થવામાં વાર લાગે તો તેનાથી પ્રભાવિત કર્મચારીઓને તેમનું કન્ટ્રિબ્યુશન વ્યાજ સાથે અપાશે.