પેશાવર: ઉત્તર પશ્વિમી પાકિસ્તાન (Pakistan)માં બુધવારે એક પરિવારે ખોટી ઇજ્જત ખાતર એક કપલની હત્યા કરી દીધી છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના ખૈબર પખ્તૂનખા પ્રાંતમાં માનસેહરા જિલ્લાની જરીદ ગામમાં થઇ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે હત્યામાં કથિત રૂપથી સામેલ પાંચ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું કે કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બે લોકોની શોધખોળ ચાલુ છે.  


જરીદ પોલીસ મથકના એસએચઓ નજીદ ખાને જણાવ્યું કે ''આ ખોટી શાન ખાતર કરવામાં આવેલે હત્યાનો મામલો છે. છોકરી અને છોકરો પિતરાઇ ભાઇ-બહેન હતા. છોકરાના માતા-પિતા અને છોકરીના મામાના પરિવારે એટલા માટે તે બંનેની હત્યા કરી દીધી કારણ કે યુગલે પોતાના પરિવારની ઇચ્છા વિરૂદ્ધ જઇ લગ્ન કરવા માંગતા હતા. 


હ્યૂમન રાઇટ્સ વોચની 2019ની રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં દરેક વર્ષે ઓનર કિલિંગ (Honour killing) ના લીધે અનુમાનત: 1 હજાર હત્યાઓ થાય છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube