પ્રસાદ ભોસેકર, નવી દિલ્હી: શું 74 વર્ષની ઉંમરમાં કોઈ મહિલા માતા બની શકે ખરા? આ સવાલ જો તમારા મનમાં આવ્યો હોય તો તેનો જવાબ છે હા. કારણ કે આંધ્ર પ્રદેશના ગુંટુર શહેરમાં આજે ડોક્ટર એક 74 વર્ષની મહિલાના જોડકા બાળકોની ડિલિવરી કરાવવાના છે. આ મહિલાનું સિઝેરિયન ઓપરેશન થવાનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

INX મીડિયા: ED કેસમાં ચિદમ્બરમને સુપ્રીમે આપ્યો ઝટકો, આગોતરા જામીન અરજી ફગાવી


74 વર્ષના એર્રામત્તી મંગમ્માના લગ્ન 22 માર્ચ 1962ના રોજ એર્રમાટી રાજા રાવ (હવે 80 વર્ષની ઉંમર) સાથે થયા હતાં. આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના નેલલાર્તીપાડુ ગામમાં રહેતા રાજા રાવ અને મંગમ્માને બાળકોની ઈચ્છા હતી પરંતુ આ મામલે તેઓ સૌભાગ્યશાળી નહતાં. આથી તેઓ બાળકનું સપનું લઈને અનેક ડોક્ટરો, હોસ્પિટલોમાં ગયાં પરંતુ ત્યાં સફળતા ન મળી. 


EXCLUSIVE: પીઓકેમાં  LoC નજીક પાકિસ્તાની સેના, ISIએ બનાવ્યાં નવા આતંકી કેમ્પ


ત્યારબાદ ગત વર્ષ નવેમ્બર 2018માં ગુંટુરના અહલ્યા નર્સિંગ હોમ ગયાં જ્યાં ડો. શનાક્યાલા ઉમાશંકરે આ પડકારને ઝેલ્યો અને તેમની સારવાર કરતા ડો. શનાક્યાલા ઉમાશંકરે ઝી મીડિયાને જણાવ્યું કે 'આ મહિલાનું બીપી, શુગર જેવી બીમારીઓનો કોઈ ઈતિહાસ નથી અને જેનેટિક લાઈન ખુબ સારી છે. કાર્ડિયોલોજિસ્ટ, પલ્મોર્લોજિસ્ટ, સહિત અન્ય સ્પેશિયાલિસ્ટ્સ સાથે ઊંડી તપાસ બાદ અમે આગળ વધવાનો નિર્ણય લીધો. તેમને મેનોપોઝ (રજોનિવૃત્તિ)ની અવસ્થા બહુ પહેલા આવી ગયો હતો. પરંતુ આઈવીએફ (ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન)ના માધ્યમથી અમે તેમના પીરિયડ્સ ફક્ત એક મહિનામાં પાછા લાવ્યાં.' 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...