EXCLUSIVE: પીઓકેમાં  LoC નજીક પાકિસ્તાની સેના, ISIએ બનાવ્યાં નવા આતંકી કેમ્પ

કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન ધૂંધવાયું છે. પાકિસ્તાન ભારત સામે પ્રત્યક્ષ રીતે તો કશું કરી શકે તેમ નથી આથી તે આતંકીઓનો સહારો લઈ રહ્યું છે.

EXCLUSIVE: પીઓકેમાં  LoC નજીક પાકિસ્તાની સેના, ISIએ બનાવ્યાં નવા આતંકી કેમ્પ

નવી દિલ્હી: કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન ધૂંધવાયું છે. પાકિસ્તાન ભારત સામે પ્રત્યક્ષ રીતે તો કશું કરી શકે તેમ નથી આથી તે આતંકીઓનો સહારો લઈ રહ્યું છે. ઝી ન્યૂઝને મળેલી ઈન્ટેલિજન્સ એજન્સીઓની એક્સક્લુઝિવ માહિતી મુજબ પાકિસ્તાની સેના અને તેમની ગુપ્તચર એજન્સી કાશ્મીર ખીણમાં મોટા પાયે આતંકીઓની ઘૂસણખોરી કરાવવાની ફિરાકમાં છે. 

ગુપ્તચર એજન્સીઓએ LoC પર પાકિસ્તાની આતંકીઓા 18 કેમ્પ અને લોન્ચ પેડ્સની ઓળખ કરી છે. જ્યાં આતંકીઓને કાં તો ટ્રેનિંગ અપાઈ રહી છે અને કાં તો તેમની ભારતમાં ઘૂસણખોરી કરાવવાની કોશિશ છે. 

બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈક બાદ એલઓસી નજીક ફરીથી મોટી સંખ્યામાં આતંકીઓ જોવા મળ્યાં છે. રિપોર્ટ એ પણ જણાવે છે કે પીઓકેમાં આતંકીઓએ ત્રણ નવા કેમ્પ પણ બનાવ્યાં છે. 

જુઓ LIVE TV

માનસેરા હેઠળ બાલાકોટ, ગઢી, હબીબુલ્લાહ, બતરસી, ચેરો મંડી, શિવાઈ નાલા, મસ્કરા, અબ્દુલ્લા બિન મસૂદમાં લોન્ચ પેડની ઓળખ થઈ છે. જ્યારે કોટલી વિસ્તારમાં ગુલપુર, સેસા, બારાલી, ડુંગી અને કોટલીમાં આતંકી શિબિરો અને લોન્ચ પેડની ઓળખ થઈ છે. જ્યારે એ-3 સેક્ટરમાં કાલી ઘાટીમાં તથા હજારેમાં આતંકી શિબિરોની ઓળખ કરાઈ છે. આ બાજુ બહાવલપુર, બંબા, અને બરનાલામાં નવા આતંકી શિબિર બનાવવામાં આવ્યાં છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news