નવી દિલ્હીઃ દેશના તમામ રાજ્યોમાં કોરોનાના નવા મામલા આવવાની સાથે શનિવારે દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 90,000ને પાર પહોંચી ગઈ છે. શનિવારે આ સંખ્યા 60,648 થઈ ગઈ છે. કોરોનાના નવા મામલા મોટાભાગના તે લોકો સાથે જોડાયેલા છે જે વિદેશથી પરત આવી રહ્યાં છે અથવા મોટા શહેરોમાંથી પોત-પોતાના ઘરે પહોંચી રહ્યાં છે અને આ ઘાતક કોરોના વાયરસના સંક્રમણને પોતાની સાથે ગામડા સુધી લઈને જઈ રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના મોટા શહેરોની સ્થિતિ હજુ પણ ખરાબ છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા લોકોમાંથી 50 ટકાથી વધુ લોકો માત્ર પાંચ શહેરો મુંબઈ, દિલ્હી, અમદાવાદ, ચેન્નઈ અને પુણેમાં રહે છે. આ પાંચ શહેરોમાં આશરે 46,000 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. દેશમાં અત્યાર સુધી આશરે 2800 લોકોના મોત કોરોના વાયરસના સંક્રમણથઈ થયા છે જેમાં આશરે અડધા આ પાંચ શહેરોમાંથી છે. 


પ્રવાસી મજૂરો માટે સ્થિતિ વધુ ખરાબ
કોરોના અને તેના કારણે લૉકડાઉનથી પરેશાન પ્રવાસી શ્રમિકો માટે સ્થિતિ વધુ ખરાબ અને જીવલેણ સાબિત થઈ રહી છે. શનિવારે પોત-પોતાના ઘરે પરત ફરવાની ઈચ્છામાં નિકળેલા ઓછામાં ઓછા 35 શ્રમિક ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં થયેલા રોડ અકસ્માતમાં મોતને ભેટ્યા હતા, જ્યારે ઘણા ઈજાગ્રસ્ત થયા હતા. તેમાંથી મોટા ભાગના ટ્રકમાં પોતાના ઘરે પરત ફરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા, જ્યારે કેટલાક ઓટો રિક્શાથી થઈ રહ્યાં હતા. 


ચાલીને નિકળી પડ્યા ઘર તરફ
દેશમાં 22 માર્ચે જનતા કર્ફ્યૂ બાદ 24 માર્ચે અડધી રાત્રીથી લાગૂ લૉકડાઉન બાદ લાખોની સંખ્યામાં પ્રવાસી મજૂરો પોત-પોતાના ઘરે જવા માટે ચાલીને નિકળ્યા હતા. રોજગાર અને રહેવાની જગ્યા ગુમાવ્યા બાદ આ બધાને પોતાના ગામ પરત ફરવા સિવાય અન્ય કોઈ માર્ગ દેખાતો નહતો. ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પ્રવાસી મજૂરોને પહોંચાડવા માટે વિશેષ ટ્રેન ચલાવી તો કેટલિક રાજ્ય સરકારોએ બસોની પણ વ્યવસ્થા કરી હતી. પરંતુ હજુ ઘણા મજૂરોનો સંપર્ક આ બસ કે ટ્રેન માટે થઈ શક્યો નથી અને મોટી સંખ્યામાં મજૂરો રસ્તા પર છે. 


આજે લૉકડાઉન 3.0નો છેલ્લો દિવસ
લૉકડાઉન 3.0 રવિવારની રાત્રે સમાપ્ત થવાનું છે અને સોમવારે તેના ચોથા તબક્કાની શરૂઆત થશે. આશા છે કે આ તબક્કામાં વિભિન્ન આર્થિક ગતિવિધિઓને છૂટ આપવામાં આવશે પરંતુ લૉકડાઉનની પૂર્ણ સમાપ્તિ હજુ સંભવ લાગી રહી નથી કારણ કે લોકોની અવર-જવર વધવાને કારણે કોવિડ-19ના મામલામાં વધારો થઈ રહ્યો છે. 


કોરોના પીડિતોની સંખ્યામાં ભારત 11માં નંબર પર
વિશ્વમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યાના આધાર પર ભારત 11માં સ્થાન પર છે. તો અમેરિકા, રૂસ, બ્રાઝીલ, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન અને પેરૂ બાદ ભારત એવો દેશ છે જ્યાં સૌથી વધુ સંખ્યામાં કોરોના વાયરસ સંક્રમણ માટે લોકોની સારવાર ચાલી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર