મેરઠ: હાલ જ્યારે દેશની રાજધાની દિલ્હીનો એક જિલ્લો હિંદુ-મુસ્લિમ રમખાણોની ચપેટમાં છે અને 38 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે ઉત્તર પ્રદેશના મેરઠમાં સાંપ્રદાયિક સૌહાર્દનું ઉદાહરણ સામે આવ્યું છે. મેરઠમાં એક લગ્નનું કાર્ડ ચર્ચાનો વિષય બન્યું છે. લગ્ન તો મુસ્લિમ સમુદાયના બે લોકોના છે, પરંતુ આમંત્રણ કાર્ડ પર ભગવાન ગણેશ અને રાધા-કૃષ્ણના ફોટા સાથે જ ઇસ્લામના પ્રતિક ચાંદ-તારાનો ફોટો છપાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુસ્લિમ પરિવારની આ પહેલની લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. લગ્નનું આ કાર્ડ ગંગા-જમુનાની સંસ્કૃતિનું ઉદાહરણ રજૂ કરી રહ્યું છે. મેરઠથી 40 કિલોમીટર દૂર હસ્તિનાપુરના સૈદપુર ફિરોજપુર ગામમાં મોહમંદ સરાફતની પુત્રીના નિકાહ છે. તેમણે પોતાની પુત્રના નિકાહ કાર્ડમાં ચાંદ-તારાની સાથે ભગવાન ગણેશ અને રાધા-કૃષ્ણનો ફોટો પણ છપાવ્યો છે. 


કાર્ડમાં ભગવાન ગણેશના નીચે નૂરચશ્મી આસમા ખાતૂન અને નૂરચશ્મ મોહમંદ શાકિબનું નામ છે. જ્યારે કાર્ડની નીચે મોહમંદ શરાફત જે છોકરીના પિતા છે તેમનું સરનામું અને મોબાઇલ નંબર પણ લખ્યો છે. જ્યારે કેટલાક લોકોને નિકાહનું આમંત્રણ મળ્યું તો તેમણે આ કાર્ડનો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધું. ત્યારબાદ લોકો મોહમંદ શરાફતની આ પહેલની ખૂબ પ્રશંસા કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube