Noida suicide: ગ્રેટર નોઈડામાં એક એવો મામલો સામે આવ્યો છે જેને જોઈને તમે હેરાન રહી જશો. અહીંયા એક સગીરે એટલા માટે આત્મહત્યા કરી લીધી કેમ કે તેના પરિવારે તેનો ફોન રિપેર કરાવવાનો ઈનકાર કરી દીધો. જાણકારી પ્રમાણે 15 વર્ષનો સગીર ફોન પર આખો દિવસ ગેમ રમતો હતો. જેના કારણે તેનો અભ્યાસ બગડી રહ્યો હતો. આ જ કારણ હતું કે પરિવારના લોકોએ તેને રિપેર કરવાનો ઈનકાર કરી દીધો. મામલો બીટા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સામે આવ્યો છે. બીટા-2 પોલીસ સ્ટેશનના પોલીસે જણાવ્યું કે સગીર પોતાના મોબાઈલ ફોન પર ગેમ રમવાનો આદી હતો. જેના માટે તેના પરિવાર સતત તેને ઠપકો આપતા હતા. વીતેલા દિવસોમાં તેનો મોબાઈલ ફોન ખરાબ થઈ ગયો હતો. જોકે પરિવારે તેને રિપેર કરવાનો ઈનકાર કરતાં ગુસ્સામાં આવીને તે રૂમમાં ચાલ્યો ગયો અને પંખામાં દોરડું લગાવીને ફાંસીએ લટકી ગયો.\


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:
ત્રિપુરામાં કોના માથે તાજ? 60 બેઠકો માટે મતદાન શરૂ, આ ઉમેદવારો પર સૌની નજર
CNG Pump: ગુજરાતમાં આવતીકાલે CNG પંપ બંધ રહેશે કે ચાલું? વાહન ચાલકો માટે મોટા સમાચાર
10થી વધુ ગેસ સિલિન્ડર ફાટતાં અફરાતફરીનો માહોલ, પ્રચંડ અવાજના કારણે ઘરોની દીવાલો ફાટી


પરિજનોએ દરવાજો તોડીને બહાર કાઢ્યો:
જોકે સગીર બહાર ન આવતાં તેના પરિજનોએ દરવાજો તોડીને તેને બહાર કાઢ્યો. ત્યારબાદ તેને નજીકની હોસ્પિટલ ખસેવામાં આવ્યો. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. મામલાની જાણકારી આપતાં ગ્રેટર નોઈડાના પોલીસ અધિકારી સાદ મિયા ખાને કહ્યું કે 15 વર્ષની સગીરે પોતાના ફોન પર ગેમ રમવાનો શોખીન હતો. તેમના પરિવારજનો સભ્યો દ્વારા તેનો ફોન રિપેર કરાવી આપવાનો ઈનકાર કરતાં તેણે આપઘાત કરી લીધો.


આ પણ વાંચો:
IND W vs WI W: મહિલા ટી20 વિશ્વકપમાં ભારતની સતત બીજી જીત, વિન્ડીઝને 6 વિકેટે હરાવ્યુ
કોણ છે દેશના ' સર્વશ્રેષ્ઠ  PM ઉમેદવાર' , જાણી લો PM મોદી છે કેટલા લોકપ્રિય?
ગુજરાતમાં અહીં ગેરકાયદે બનાવેલું વ્હાઈટ હાઉસ તોડી પડાયું! HC એ આપ્યું મોટું નિવેદન


ડીસીપીએ કહ્યું કે હાલમાં પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે. આગળ તપાસ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આ પ્રકારનો મામલો પહેલો નથી. આ પહેલાં પરિજનો તરફથી વીડિયો ગેમ રમવાનો ઈનકાર કરવા પર અનેક વિદ્યાર્થી આ પ્રકારના પગલાં ઉઠાવી ચૂક્યા છે. ગયા વર્ષે કોરોનાકાળમાં એક વિદ્યાર્થી ઓનલાઈન ક્લાસથી પરેશાન હતો. તે ક્લાસ જોઈન કરતો ન હતો. પરિજનોએ જ્યારે તેને ઠપકો આપ્યો ત્યારે તે ઘરેથી ભાગી ગયો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube