જોધપુરઃ રાજસ્થાનના જોધપુરના ઘણા વિસ્તારમાં આવતીકાલ સુધી કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. આ નિર્ણય ઈદ પર થયેલી બબાલ બાદ તણાવને જોતા લેવામાં આવ્યો છે. જણાવવામાં આવ્યું કે કુલ 10 વિસ્તારમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. તો મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ મામલાને લઈને બેઠક બોલાવી છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બબાલ મુદ્દે રિપોર્ટ માંગ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિસ્તારમાં લાગૂ છે કર્ફ્યૂ
નાયબ પોલીસ કમિશનર રાજકુમાર ચૌધકી દ્વારા જારી આદેશ પ્રમાણે જોધપુર કમિશ્નરીના જિલ્લા પૂર્વના પોલીસ સ્ટેશન વિસ્તાર ઉદયમંદિર, સદર કોતવાલી, સદર બજાર, નાગોરી ગેટ, ખંડા ફલસામાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. આ સિવાય જિલ્લા પશ્ચિમ ક્ષેત્રમાં પ્રતાપનગર, પ્રતાપનગર સદર, દેવનગર, સૂરસાગર અને સરદારપુરામાં પણ કર્ફ્યૂ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં આજે બપોરે 1 કલાકથી કાલે મધ્યરાત્રિ 12 કલાક સુધી કર્ફ્યૂ રહેશે. તે પ્રમાણે કોઈ વ્યક્તિ પોતાની ગૃહ સીમાથી મંજૂરી વગર બહાર નિકળશે નહીં. સાથે તે પણ કહેવામાં આવ્યું છે કે સ્થિતિને જોતા કર્ફ્યૂનો સમયગાળો વધારી શકાય છે. આ પહેલાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. સાથે શાંતિ જાળવવાની અપીલ કરી હતી. 


Rahul Gandhi Viral Video: નેપાળના જાણીતા પબમાં જોવા મળ્યા રાહુલ ગાંધી, BJP એ સાધ્યું નિશાન, કોંગ્રેસે પણ આપ્યો જવાબ


ધાર્મિક ઝંડો ફરકાવવાને લઈને વિવાદની આશંકા
ઉલ્લેખનીય છે કે શહેરના જાલોરી ગેટ ચોક પર સોમવારે રાત્રે હંગામો થયો હતો. માનવામાં આવી રહ્યું છે કે આ વિવાદ ધાર્મિક ઝંડો હટાવવાને લઈને થયો હતો. ત્યારબાદ જિલ્લામાં આગામી આદેશ સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. ઘટના વિશે માહિતી મળી કે નાની વાતને લઈને વિવાદ થયા બાદ મારામારી શરૂ થઈ હતી. સોમવારે રાત્રે ચાર રસ્તા પર સ્થિત સ્વતંત્રતા સેનાની બાલ મુકુંદ બિસ્સાની મૂર્તિ પર ઝંડો લગાવવા અને સર્કલ પર ઈદ સાથે જોડાયેલા બેનર લગાવવાને લઈને વિવાદની શરૂઆત થઈ હતી. આ સિવાય ઈદની નમાઝને લઈને પણ ચાર રસ્તા પર લાઉડસ્પીકર લગાવવાને લઈને નારાજ લોકોના ટોળા ભેગા થયા હતા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube