મુંબઇ: મહારાષ્ટ્રમાં પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ બાદ ઉપમુખ્યમંત્રી અજિત પવર વિરૂદ્ધ એક્શન શરૂ થઇ ગઇ છે. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટએ મંગળવારે સવારે અજિત પવારની એક હજાર કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ જપ્ત કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જપ્ત કરવામાં આવેલી સંપત્તિઓમાં દક્ષિણી દિલ્હી સ્થિત લગભગ 20 કરોડનો ફ્લેટ સમેલ છે. નિર્મલ હાઉસ સ્થિત પાર્થ પવાર ઓફિસની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા છે. જરંદેશ્વર શુગર ફેક્ટરી લગભગ 600 કરોડની છે. આ ઉપરાંત ગોવામાં રિસોર્ટ જેનું નામ નિલયા તેની કિંમત 250 કરોડ છે. હવે 90 દિવસનો સમય અજિત પવાર પાસે હશે આ સાબિત કરવા માટે કે આ પ્રોપર્ટીઝ જે એટેચ કરવામાં આવી તે બેનામી પૈસાથી ખરીદવામાં આવી નથી. 

Anil Deshmukh વિરૂદ્ધ ED મોટી કાર્યવાહી, 13 કલાક પૂછપરછ બાદ ધરપકડ


ઇનકમ ટેક્સ વિભાગે ગત મહિને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવાર અને અન્ય કથિત રૂપથી જોડાયેલા ઓછામાં ઓછા 70 સ્થળો પર રેડ પાડી હતી. ઇનકમ ટેક્સ વિભાગે કહ્યું કે રેડ દરમિયાન લગભગ 184 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિના પુરાવા મળા, રેડમાં 2.13 કરોડ રૂપિયાની બેનામી કેશ અને 4.32 કરોડ રૂપિયાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા. 


ED એ 12 કલાક પૂછપરછ બઆદ અનિલ દેશમુખની કરી ધરપકડ
આ પહેલાં (ED) એ મની લોડ્રીંગના એક કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh) ની સોમવારે મોડી રાત્રે લગભગ એક વાગે ધરપકડ કરવામાં આવી. તેમની ધરપકડની સૂચના ઇડી (ED) ના અધિકારીઓએ આપી. ઇડી (ED) ના અધિકારીઓએ તરફથી મળતી માહિતી અનુસાર અનિલ દેશમુખ (Anil Deshmukh) ની બળજબરીપૂર્વક વસૂલી અને મની લોન્ડ્રીંગના આરોપ (Money Laundering Case) માં ધરપકડ કરવામાં આવી છે. દેશમુખ આ કેસમાં ઇડી દ્વારા જાહેર કરવામાં આવેલા ઓછામાં પાંચ સમન્સો પર હાજર રહ્યા ન હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube